GSTV
Gir Somnath ગુજરાત

વેરાવળમાં કોંગ્રેસને ઝટકો, અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો જોડાયા ભાજપમાં

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં અસંખ્ય કોંગેસના કાર્યકરો વિધિવત ભાજપમાં જોડાયા હતા. સાસંદ રાજેશ ચુડાસમા તથા ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી વિધિવત ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. વેરાવળ તાલુકાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક  મળી હતી.જેમાં ભાજપની વિચારધારા અને કાર્યશૈલીથી પ્રેરાઇને વર્ષો જૂના કોંગ્રેસના કાર્યકર્તાનું મોટુ જૂથ ભાજપમાં જોડાયું હતુ.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઈ વાજા, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ ભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, પૂર્વ મંત્રી જશા બારડ સહિતની લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર

pratikshah

જૂનાગઢના દોલતપરામાં માતાએ દીપડાના મુખમાંથી પોતાના બાળકને બચાવ્યું, ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધ્યા

pratikshah

સુરતની એથર કંપની બ્લાસ્ટ મામલો: 27 કર્મચારીઓ સારવાર હેઠળ તો 7 કામદારોની નથી મળી રહી ભાળ, કંપનીના શેરમાં 77 ટકાનો ઘટાડો

pratikshah
GSTV