GSTV
Home » News » અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમો તો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે કરોડો રૂપીયાના ખર્ચે વસાવેલા અનેક સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. દરેક પ્રોજેક્ટની સારસંભાળમાં જેમ કાયમ ઉદાસીનતા સેવવામાં આવે છે તેવું સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટમાં પણ બની રહ્યું છે અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા બંધ છે તો અમુક તૂટી ગયા હોવાથી તે કોઇ કામમાં આવી શકે તેમ નથી.

એક તરફ રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરી વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાની શરૂઆત કરી છે. ત્યારે અત્યાર સુધી શહેરને સુરક્ષિત રાખવા તેમજ ગુનાને ઉકેલવા માટે સૌથી મહત્વપૂર્ણ સ્રોત એવા અનેક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1500 જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં રહેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. નહેરુનગર જેવા શહેરના હાર્દ સમાન વિસ્તારમાં પણ અમુક સીસીટીવી બંધ છે તો અમુક તૂટી ગયા છે. તો કેટલાક કેમેરાની તો દિશા જ રોડને બદલે આકાશ તરફ જોવા મળે છે.

સરકારે કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા તો લગાવી દીધા. પણ તેની સારસંભાળ લેવાની જાણે કે તસ્દી લેવાનો તંત્ર પાસે સમય જ ના હોય એવી હાલત થઇ રહી છે. બીજી તરફ મનપા ટ્રાફિક વરસાદ તેમજ તંત્રના અધિકારીઓની કામગીરીઓનું મોનીટરીંગ કરવા માટે સીસીટીવી વોચ રાખતી હોય છે. તો વળી કેમેરાને કારણે મહિલાઓ પણ પોતાને સુરક્ષિત અનુભવે છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!