કુંવરજી બાવલિયાને કેબિનેટ પદ આપતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, અનેક ધારાસભ્યો નારાજ

કોંગ્રેસનો સાથ છોડીના ભાજપમાં આવનારા કુંવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે..ભાજપના અનેક ધારાસભ્ય, રાજ્યકક્ષાના પ્રધાનો પણ નારાજગી દર્શાવી ચુકયા છે.ખાસ કરીને મધ્ય ગુજરાતના ધારાસસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે.

પ્રદેશ બીજેપીના નેતાઓએ નારાજ ધારાસભ્યો સહિત નેતાઓને મીડિયાના બદલે પાર્ટી ફોરમમાં રજુઆત કરવા કહ્યું. બીજીતરફ કુંવરજી બાવળિયાને કયુ પદ આપવુ તેને લઈને નિર્ણય દિલ્હીથી થયો હોવાનું કહીને પાર્ટીમાં વ્યક્ત થતી નારાજગી ટાળવાના પ્રયાસ શરૂ થયા છે.બીજીતરફ ભાજપના નારાજ જૂથ દિલ્હી જઈને રજૂઆત કરી શકે છે.

કુંવરજી બાવલિયાને કેબિનેટ પ્રધાન પદ આપતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ.

અનેક ધારાસભ્યો એ દર્શાવી નારાજગી.

રાજ્ય કક્ષાના પ્રધાનો પણ દર્શાવી ચુક્યા છે નારાજંગી.

ખાસ કરીને મધ્ય ગુજરાતના ધારા સભ્યો એ નારાજગી વ્યક્ત કરી.

કુવરજી અંગેનો નિર્ણય દિલ્હી થી થયા હોવાનું કહેવાયું.

જેને રજુઆત કરવું હોય તેઓ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વાત કરવા કહી દેવાયું.

આગામી દિવસોમાં નારાજ જૂથ જઇ શકે છે દિલ્હી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter