GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

દોસ્ત અરૂણને અંતિમ વિદાય ન આપી શક્યો, મારા દિલ પર આજીવન તેનો ભાર રહેશે: PM મોદી

પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના ભાજપના અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે અરૂણ જેટલી સૌ કોઈના મિત્ર હતા, અને દરેકના મનપસંદ નેતા હતા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા અને જેટલીને યાદ કરતા કહ્યું કે મેં ક્યારેય વિચાર્યુ ન હતું કે મારા મિત્રને શ્રદ્ધાંજલિ આપવી પડશે. અમે બન્ને અનેક વર્ષો સુધી મિત્ર રહ્યા છીએ, પરંતુ હું તેમને અંતિમ વિદાય ન આપી શક્યો. આ વાતનો હંમેશા મારા દિલ પર હમેશા બોજ રહેશે.

વડાપ્રધાને જણાંવ્યું કે, જેટલી સર્વમિત્ર હતાં અને તેઓ પોતાની પ્રતિભા અને પુરૂષાર્થને કારણે જ્યાં પણ જેમને ઉપયોગી થઇ શકતા હતાં. ત્યાં તેઓ હંમેશા મદદરૂપ થતા હતાં. અરૂણ જેટલીનું જીવન એટલી વિવિધતાઓથી ભરેલું હતું. દુનિયાની કોઇ પણ સમકાલિન ઘટના વિશે વાત કરો ત્યારે તેઓ તેમની આખી કુંડળી દર્શાવતા હતાં. તેમની પાસે જાણકારીનો ભંડાર હતો.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારતની રાજનીતિમાં મોટી ખોટ પડી ગઇ છે. ભારતનાં તમામ રાજકિય પક્ષો પણ આ ખોટ અનુભવી રહ્યા છે. બુદ્ધીજીવીઓ વચ્ચે ભાજપની વિચારધારાને બદલવામાં જો કોઇની મુખ્ય ભુમિકા રહી છે તો તે અરૂમ જેટલી છે.

અરૂણ જેટલીનું 24 ઓગસ્ટે એઈમ્સમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ 66 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન પીએમ મોદી વિદેશ મુલાકાતે હતા.

READ ALSO

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ભારત સહિત 25 દેશો પેસિફિક મહાસાગરમાં કરશે યુદ્ધાભ્યાસ, આ પાડોશી દેશને ન અપાયું આમંત્રણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!