GSTV
Home » News » વાયબ્રન્ટ સમિટ : MOU બાદ કંપનીઅોનું ગુજરાતને ટાટા-બાયબાય, 15,369 પ્રોજેકટ ડ્રોપ

વાયબ્રન્ટ સમિટ : MOU બાદ કંપનીઅોનું ગુજરાતને ટાટા-બાયબાય, 15,369 પ્રોજેકટ ડ્રોપ

ગુજરાતમાં છેલ્લી ચાર વાયબ્રન્ટ સમિટમાં થયેલા કુલ 72177 એમઓયુ પૈકી 15369 પ્રોજેક્ટ ડ્રોપ થયા છે. પડતા મૂકાયેલા આ પ્રોજેક્ટમાં સૌથી મોટું કારણ સરકારની વિવિધ મંજૂરીઓમાં થતો વિલંબ અને કંપનીએ દર્શાવેલી અનિચ્છા મુખ્ય છે. અર્બન ડેવલપમેન્ટ સ્ટેટની છાપ ધરાવતા ગુજરાતમાં સૌથી વધુ અર્બન ડેવલપમેન્ટના 1186 પ્રોજેક્ટ ડ્રોપ થયા છે. રાજ્યની આ ચાર વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગ જૂથોએ કુલ 83,83,183 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાના દાવા કર્યા છે. રાજ્યમાં ડ્રોપ થયેલા પ્રોજેક્ટની ટકાવારી 18 ટકા સુધી પહોંચી છે પરંતુ તેના મૂડીરોકાણના આંકડા બહાર આવ્યા નથી. જો કે મોટાભાગે માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોના એમઓયુ ડ્રોપ થયેલા છે.

સરકારે એમએસએમઇના ઇમ્પ્લિમેન્ટેશન માટે અલગ કમિશનરેટ બનાવ્યું છે છતાં આ વિભાગના સૌથી વધુ એમઓયુ ડ્રોપ થાય છે તે સરકાર માટે ગંભીર બાબત છે. ગુજરાતની નવમી વાયબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2019માં યોજાઇ રહી છે ત્યારે સરકારે આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે પ્રોજેક્ટ ડ્રોપ થવાની સંખ્યા વધતી જાય છે. ભાજપ શાસિત રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને વધારે મહત્વ આપીને આ રાજ્યો તેમની સરળ મંજૂરી પ્રક્રિયાના કારણે ઉદ્યોગોને ગુજરાતમાંથી ખેંચી જાય છે.

રાજ્યમાં 2003માં પહેલી વાયબ્રન્ટ સમિટ યોજાઇ હતી ત્યારપછી દર બે વર્ષે યોજાઇ રહેલી સમિટના કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2011 અને તે પછી થયેલી ત્રણ સમિટમાં સરકારને કેટલી સફળતા મળી છે અને કેટલા પ્રોજેક્ટ રદ થયા છે તેની રસપ્રદ વિગતો વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ચાર વાયબ્રન્ટમાં થયેલા કુલ એમઓયુ પૈકી સૌથી વધુ 1186 એમઓયુ શહેરી વિકાસના રદ થયા છે. બીજાક્રમે એગ્રો-ફુડ પ્રોસેસિંગમાં 1016 પ્રોજેક્ટ રદ થયા છે. ત્રીજાક્રમે 497ના આંકડા સાથે ટુરિઝમ પ્રોજેક્ટ્સ આવે છે.

ચાર વાયબ્રન્ટમાં કુલ 35 વિવિધ સેક્ટરોમાં વિવિધ કંપનીઓ સાથે એમઓયુ સાઇન થયા હતા જે પૈકી પાવર સેક્ટર, ફાર્માસ્યુટીકલ, વોટર રિસોર્સિસ, હેલ્થકેર, એજ્યુકેશન, સ્કીલ ડેવલપમેન્ટ, ફાયનાન્સિયલ સર્વિસિઝ અને ઓઇલ એન્ડ ગેસ એવા સેક્ટરો છે કે જેમાં પ્રોજેક્ટ ડ્રોપ થવાના કિસ્સા સૌથી ઓછા જોવા મળે છે.

ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય હોવા છતાં એગ્રીકલ્ચર અને ફુડ પ્રોસેસિંગના પ્રોજેક્ટ વધુ પ્રમાણમાં ડ્રોપ થઇ રહ્યાં છે. બીજી તરફ ગુજરાત અર્બન સેક્ટરમાં આગળ પડતું હોવા છતાં સૌથી વધુ એમઓયુ આ સેક્ટરમાં ડ્રોપ થયા છે જેનો મતલબ એ થયો કે રાજ્યમાં રિયલ એસ્ટેટ સેક્ટર સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા વિના તેમના પ્રોજેક્ટ લોંચ કરવામાં માને છે. સરકારના સૌથી મોટા ત્રણ સાહસો સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોઇએ તેવો રસ રોકાણકારો ધરાવતા નથી.

વાયબ્રન્ટ સમિટ-2011

થયેલા એમઓયુની સંખ્યા- 8380

કુલ મૂડીરોકાણ- 20,83,183 કરોડ

કુલ એસએમએમઇ સંખ્યા- 4417

કમિશન્ડ થયેલા પ્રોજેક્ટ્સ- 4201

અંડર ઇમ્પ્લિમેન્ટેશન- 162

પ્રલિમનરી સ્ટેજ- 130

ડ્રોપ પ્રોજેક્ટ્સની સંખ્યા-3887

વાયબ્રન્ટ સમિટ-2013

થયેલા એમઓયુની સંખ્યા- 17719

કુલ મૂડીરોકાણ- 12,00,000 કરોડ

કુલ એસએમએમઇ સંખ્યા- 12886

કમિશન્ડ થયેલા પ્રોજેક્ટ્સ- 10916

અંડર ઇમ્પ્લિમેન્ટેશન- 403

પ્રલિમનરી સ્ટેજ- 276

ડ્રોપ પ્રોજેક્ટ્સની સંખ્યા- 6124

વાયબ્રન્ટ સમિટ-2015

થયેલા એમઓયુની સંખ્યા- 21304

કુલ મૂડીરોકાણ- 25,00,000 કરોડ

કુલ એસએમએમઇ સંખ્યા- 17081

કમિશન્ડ થયેલા પ્રોજેક્ટ્સ- 13706

અંડર ઇમ્પ્લિમેન્ટેશન- 1861

પ્રલિમનરી સ્ટેજ- 1132

ડ્રોપ પ્રોજેક્ટ્સની સંખ્યા-4605

વાયબ્રન્ટ સમિટ-2017

થયેલા એમઓયુની સંખ્યા- 24774

કુલ મૂડીરોકાણ- 30,00,000 કરોડ

કુલ એસએમએમઇ સંખ્યા- 18687

કમિશન્ડ થયેલા પ્રોજેક્ટ્સ- 3419

અંડર ઇમ્પ્લિમેન્ટેશન- 3659

પ્રલિમનરી સ્ટેજ- 16943

ડ્રોપ પ્રોજેક્ટ્સની સંખ્યા- 753

Related posts

આજે રાજેશ શુક્લા ન હોત તો દિલ્હીની આગમાં વધુ 11 લોકો મોતને ભેટેત, હાડકામાં વાગ્યું છતાં દોડી દોડીને લોકોને બચાવ્યા

Mayur

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર તોફાની બનવાનાં સંકેત, કોંગી ધારાસભ્યો સત્રની ચર્ચા અને વિધાનસભા ઘેરવા પર કરશે ચર્ચા

Mansi Patel

AMTSના 1500 ડ્રાઈવરો, 15 દિવસ, રોજ 4 કલાક બસ ચલાવવાની તાલીમ લેશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!