GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રામ મંદિર સાથે વડોદરાની આ હસ્તપ્રતનું છે ખાસ કનેક્શન, 2005માં પહેલીવાર ભજવ્યો હતો મહત્વનો ભાગ

અયોધ્યામાં રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટે ઐતહાસિક ચુકાદો આપી દીધો છે. આ પહેલા આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો હતો. લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે 2010માં ચુકાદો આપીને વિવાદીત જમીનને ત્રણ હિસ્સામાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાની સામે હિન્દુ અને મુસ્લિમ એમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. રસપ્રદ વાત એ છે કે, હાઈકોર્ટમાં હિન્દુ પક્ષે વિવાદીત જગ્યાએ રામ મંદિર હતુ. તેવુ સાબિત કરવા માટે વડોદરાના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી 355 વર્ષ જુની અયોધ્યા મહાત્મય નામની એક હસ્તપ્રતનો ઉપયોગ કર્યો હતો. જેને હરિશંકર નામના વિદ્વાને સંસ્કૃત ભાષામાં લખી હતી.આ હસ્તપ્રત 14 સપ્ટેમ્બર, 1655(સંવત 1712)ના દિવસે લખાઈને પૂર્ણ થઈ હતી. હસ્તપ્રત પર આ તારીખનો લેખકના નામ સાથે ઉલ્લેખ છે.અયોધ્યા મહાત્મયમ નામની હસ્તપ્રતમાં રામ મંદિરનુ અને અયોધ્યાના બીજા સ્થળોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. હસ્તપ્રતમાં કરાયેલુ રામ મંદિરનુ લોકેશન હાલની વિવાદીત જગ્યાને મળતુ આવે છે.

હાઈકોર્ટમાં રામ જન્મભૂમિ માટે કેસ ચાલતો હતો ત્યારે હિન્દુ પક્ષ તરફથી દાવો કરનાર રામ જન્મભૂમિ પુનરોધ્ધાર સમિતિ દ્વારા હસ્તપ્રતને પૂરાવા તરીકે રજુ કરવા માટે ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટના તત્કાલિકન ડાયરેક્ટર પ્રો.મુકુંદ વાડેકરનો સંપર્ક કરાયો હતો.ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટે આ હસ્તપ્રતની એક નકલ મોકલાવી હતી. જેને હાઈકોર્ટમાં 2005માં પૂરાવા તરીકે રજુ કરવામાં આવી હતી.ઈન્સ્ટિટયુટના હાલના ડાયરેક્ટર ડો.શ્વેતા પ્રજાપતિ કહે છે કે, અયોધ્યા મહાત્મયનુ મહત્વ આ કેસમાં એટલે વધી ગયુ હતુ કે, હસ્તપ્રત ક્યારે લખાઈ તેની તારીખનો તેના પર ઉલ્લેખ છે. હસ્તપ્રતમાં અયોધ્યાનુ અને ત્યાં આવેલા રામ મંદિરનુ જે વર્ણન કરાયુ છે તે સ્કંદપુરાણમાં લખાયેલા અયોધ્યા પરના પ્રકરણની નકલ છે.સ્કંદપુરાણની રચના 7 મી સદી અને 9મી સદી વચ્ચે થઈ હોવાનુ મનાય છે. એ જોતા રામ મંદિર બાબરી મસ્જિદ બનાવાઈ તે પહેલેથી અસ્તિત્વ ધરાવતુ હતુ તેવુ સાબિત કરવા હિન્દુ પક્ષે આ હસ્તપ્રતનો ઉપયોગ કર્યો હતો.

હસ્તપ્રતમાં રામ જન્મભૂમિનુ કરાયેલુ વર્ણન

અયોધ્યા મહાત્મય નામની હસ્તપ્રતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રામ જન્મભૂમિ વિઘ્નેશ્વર આશ્રમની પૂર્વમાં, વશિષ્ઠ આશ્રમની ઉત્તરમાં અને લોમસ આશ્રમની પશ્ચિમમાં સ્થિત છે. લોમસ આશ્રમથી તેનુ અંતર 50 ધનુસ (તે સમયે અંતર દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતુ એકમ), વિઘ્નેશ્વર આશ્રમથી તેનુ અંતર 108 ધનુસ થાય છે. તારીખનો ઉલ્લેખ હોવાથી હસ્તપ્રતનુ મહત્વ વધી ગયુ

એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટના ડાયરેક્ટર ડો.શ્વેતા પ્રજાપતિનુ કહેવુ છે કે, અગાઉના સમયમાં તિર્થ સ્થાનોનુ હસ્તપ્રતોમાં વર્ણન કરવાનો રિવાજ હતો. જેથી લોકોનો જાણકારી મળી રહે.અયોધ્યા મહાત્મય જેવી બીજી સેંકડો હસ્તપ્રતો હશે પણ આ હસ્તપ્રતનુ મહત્વ કોર્ટમાં ચાલેલા કેસના સંદર્ભમાં એટલે વધી ગયુ હતુ કે, તેના પર હસ્તપ્રત ક્યારે લખાઈ તે તારીખ અને લખનારના નામનો પણ ઉલ્લેખ છે.

1893થી હસ્તપ્રત ઓરિએન્ટલ ઈન્સ્ટિ. પાસે છે

અયોધ્યા મહાત્મય હસ્તપ્રત ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટની 1893માં રચના થઈ ત્યારથી મોજુદ છે. તે વખતે 10000 હસ્તપ્રત સાથે ઈન્સ્ટિટયુટ શરૂ થયુ હતુ. આ કલેક્શનમાં અયોધ્યા મહાત્મય હસ્તપ્રતનો પણ સમાવેશ થતો હતો.મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાના અનંત ક્રિષ્ણ શાસ્ત્રી, સી ડી દલાલ જેવા વિદ્વાનોની એક ટીમ બનાવી હતી. જેને આખા ભારતમાં હસ્તપ્રતો એકઠી કરવા માટે મોકલવામાં આવી હતી.આ દરમિયાન અયોધ્યા મહાત્મય હસ્તપ્રત બીજી હસ્તપ્રતો સાથે વડોદરા લાવવામાં આવી હોવાનુ મનાય છે. ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટ બનાવાયુ તે પહેલા આ હસ્તપ્રતોને સેન્ટ્રલ લાઈબ્રેરીના સંસ્કૃત વિભાગમાં સાચવવામાં આવતી હતી.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: આજે સાંજ સુધીમાં અધિક મુખ્ય સચિવને તપાસ એજન્સીઓ રિપોર્ટ સોંપશે

Bansari

આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી,પરિવારને જાણ કર્યા વિના કોરોના પોઝિટિવ વૃદ્ધાને ગામના ચોકમાં મૂકી ગયાં!

Bansari

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા! શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કોરોના હોસ્પિટલોની બિલ્ડિંગોની કાયદેસરતા તપાસતું તંત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!