GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

હમ નહીં સુધરેંગે : અમદાવાદ કોર્પોરેશનની લાલીયાવાડી ફરી આવી સામે

શ્રાવણિયો સોમવાર ફરી આવ્યો છે અને ફરી એકવખત અમદાવાદમાં તંત્રની બેદરકારીની પોલ ખુલી છે. 12 ઓગસ્ટે બોપલની જર્જરીત ટાંકી તૂટી તો આજે નિકોલ વિસ્તારમાં તો હજુ ટાંકી બની રહી હતી ત્યાં જ ટાંકીનો સ્લેબ ધરાશાયી થઇ ગયો. ત્યારે આ ઘટનાએ તંત્ર દ્વારા કરાતા બાંધકામ સામે જ સવાલો સર્જી દીધા છે. નિકોલ વિસ્તારમાં ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો તે ઘટનામાં અંદાજે 10થી વધુ લોકો દટાયા હતા.

એક સપ્તાહમાં બે ઘટનાએ અમદાવાદમાં સરકારી બાંધકામ કેવું હોય છે તેની પોલ ખોલી છે. 12 ઓગસ્ટે બોપલ વિસ્તારની પંચાયતી રાજ સમયની ટાંકી તૂટી પડી હતી. 3 જિંદગીઓ હણાઇ ગઇ હતી. તો આ વાતની શ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં જ નિકોલ વિસ્તારના ભોજલધામ પાસે પાણીની ટાંકીનું નિર્માણ થઇ રહ્યું હતું આ સમયે પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો. આ ઘટના બનતાની સાથે જ થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનામાં કેટલાક મજૂરો દબાયા હોવાના મેસેજ મળતાની સાથે ફાયર વિભાગ તાત્કાલીક રાહત અને બચાવ કામગીરી માટે દોડી ગયો હતો.

તો આ ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા વળ્યા હતા. જે ટોળાને દૂર કરવા પોલીસે જહેમત ઉઠાવી હતી. પોલીસે ફાયર વિભાગ દ્વારા કરાતા રેસ્કયૂ ઓપરેશનમાં સહયોગ કરીને આ ઘટનાના કારણો શું છે તે અંગે બાદમાં તપાસ કરવાની વાત કરી હતી. એક વાત તો ચોક્કસ છે કે સરકારી તંત્રનું કામ નબળી કક્ષાનું હોય છે. તે વાત હવે ધીમેધીમે સાચી બનતી જાય છે. બાંધકામમાં દાખવાતી બેદરકારી લોકોના જીવનું જોખમ સર્જતી હોય છે.

કોઇપણ ઘટના બાદ થોડો સમય માટે તપાસની વાત થાય છે અને બાદમાં તપાસને પણ ધીમી ગતિએ આટોપી લેવાય છે. બોપલની ઘટના બાદ જૂની જર્જરીત ટાંકીઓની તપાસ હાથ ધરાઇ ત્યાં તો અમદાવાદના નિકોલમાં બનતી આ નવી ટાંકીના બાંધકામમાં પાપ પ્રકાશમાં આવ્યુ છે. ત્યારે આ ઘટના બાદ હવે કોની સામે શું પગલા લેવાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

એક એવું મંદિર જ્યાં ભગવાન શિવના શિવલિંગને ચડાવાય છે સિગારેટ

Pravin Makwana

કેટરીનાના ઈન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા પહોંચી 4 કરોડ, વિડીયો શેર કરીને ફેન્સનો માન્યો આભાર

Mansi Patel

પોતાની બહેન સાથે બનેલી એ ઘટના હાર્દિકને આંદોલન તરફ ખેંચી ગઈ, જાણો વિદ્યાર્થી સંઘના મહાસચિવથી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!