GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ભારતમાં બંધ થઇ મારૂતિ, ટોયોટા, હ્યુંડાઇ અને હોન્ડાની આ Cars

2017ના વર્ષમાં કાર માર્કેટમાં અનેક નવી કાર્સ આવી. આ જ વર્ષે કેટલીકં કાર કંપનીઓએ પોતાના કેટલાંક મોડલ્સ બંધ કર્યા. મારૂતિ, ટોયોટા, હ્યુંડાઇ અને હોન્ડા જેવી ફેમસ કંપનીઓએ પોતાની કેટલીક કાર્સના મોડેલ્સ બંધ કરવા પડ્યાં. ચાલો જાણીએ આવા કેટલાંક મોડલ્સ વિશે.

સેકેન્ડ જનરેશન મારૂતિ સ્વિફ્ટ

ભારતની સૌથી મોટી કાર કંપની મારૂતિએ સેવિફ્ટના સેકેન્ડ જનરેશન એટલે કે હાલના મોડલનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. 2018માં કંપની તેનું થર્ડ જનરેશન મોડલ લાવશે. આ નવા મોડલને મારૂતિ ગુજરાત પ્લાન્ટમાં બનાવશે. ભારતની ટોપ સેલિંગ કારોમાં સામેલ સેકેન્ડ જનરકેશન સ્વિફ્ટને ભારતીય ગ્રાહકો હજુ પણ ખરીદવાની ઇચ્છા ધરાવે છે. કહેવામાં આવે છે કે દરકલાકે 14 સ્વિફ્ટ કાર વેચાતી હતી.

મારૂતિ રિત્ઝ

મારૂતિ રિત્ઝ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. 2009માં આ કાર લોન્ચ કરવામાં આવી હતી અને ભારતમાં તેના કુલ 4લાખ યુનિટ વેચાયા હતાં. રિત્ઝને મારૂતિએ ભારતમાં ઇગ્નિસ લાવ્યા બાદ બંધ કરી દીધી છે. રિત્ઝમાં પેટ્રોલ અને ડિઝલ બંનેના ઓપ્શન હતાં.

મારૂતિ સિલેરિયો ડિઝલ

સિલેરિયોના ડિઝલ મોડલને મારૂતિ સુઝુકીએ બંધ કરી દીધું છે. આ ગાડીમાં મારૂતિનું સોતી નાનું ડિઝલ એન્જીન લગાવ્યું હતું. સિલેરિયોના આ મોડેલની માઇલેજ 21 કિલોમીટર પ્રતિ લિટરથી વધુ હતું. તેમાં 793સીસી એન્જીન આપવામાં આવ્યું હતું.

રેનો ફ્લૂએન્સ

આ પ્રિમિયમ સિડૈનને ભારતમાં જોઇએ તેવી પ્રતિક્રિયા મળી ન હતી અને કંપનીએ આ કાર બંધ કરી દીધી હતી. તેમાં 1.5 લિટર ડીઝલ એન્જીન આપવામાં આવ્યું હતું, જે 108.45 બીએચપીનો પાવર અને 240 ન્યુટન મીટર ટોર્ક જનરેટ કરતું હતું. રેનોએ ઓછા વેચાણના પગલે તેનું પેટ્રોલ મોડેલ બંધ કરી દીધું હતું.

હ્યુંડાઇ આઇ10

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હ્યુંડાઇએ આઇ10નું અપડેટેડ વર્ઝન ગ્રેન્ડ આઇ10 ઉતાર્યું હતું. પરંતુ ભારતીય બજારમાં આઇ10ની લોકપ્રિયતાને જોતા બંને મોડલ્સને કંપનીએ કન્ટીન્યુ રાખ્યા. માર્ચમાં કંપનીએ તેનું પ્રોડક્શન ભારતમાં બંધ કરી દીધું છે. હવે કંપની 2018માં નવી હેચબેક લાવશે, જે તેનું સ્થાન લેશે.

શેવ્રલે બ્રાન્ડની કાર્સ

શેવ્રલેએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણે કે ભારતમાં તેના વાહનોની માંગ ઓછી હતી. આ અમેરિકન બ્રાન્ડ પાસે બીટ,સેલ,ક્રૂઝ, ટેલબ્લેઝર વગેરે ગાડિયો ભારતીય પોર્ટફોલિયોમાં હતી. હવે આ બ્રાન્ડ ભારતમાં ફક્ત પોતાના વાહન બનાવે છે અને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં એક્સપોર્ટ કરે છે.

હોન્ડા મોબિલિયો

હોન્ડાએ પોતાની આ એમપીવીની ઘટતી માંગને પગલે આ કારનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટોયોટા ઇનોવાના વિકલ્પ તરીકે આવેલી આ 7 સીટર કાર લોકોને પસંદ આવી ન હતી. આ કાર ભારતમાં પેટ્રેલ અને ડિઝલ બંને ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ હતી.

ટોયોટા કેમરી હાઇબ્રિડ

હાઇબ્રિડ કારો પર ટેક્સ વધવાના કારણે ટોયોટાએ આ ગાડીને ભારતમાં બંધ કરવાનો નિર્ણય લીધો. જીએસટી અને સેસમાં વધારો થતાં તેના નવીદિલ્હી ખાતેના એકસ શોરૂમની કિંમત રૂ.32 લાખથી વધીને રૂ.39 લાખ થઇ ગઇ. ભારતમાં આ ગાડીનું એસેમ્બલિંગ પાંચ વર્ષ પહેલાં થયું હતું.

 

Related posts

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi

હાર્દિક પટેલે ખોડલધામ મંદિરની લીધી મુલાકાત, કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આપી આ પ્રથમ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!