GSTV

ટોક્યો ઓલિમ્પિકથી ખાલી હાથે વતન પરત ફરી મનુ ભાકર, જસપાલ રાણા પર ઢોળ્યો દોષનો ટોપલો

Last Updated on August 1, 2021 by Pritesh Mehta

ટોકિયો ઓલિમ્પિકમાં નિષ્ફળ રહેલી ભારતીય શૂટર મનુ ભાકર ભારત પાછી ફરી છે. તેણે કહ્યુ હતુ કે, આગામી ઓલિમ્પિકમાં હું મજબૂત બનીને વાપસી કરીશ. 19 વર્ષીય શૂટરે કહ્યુ હતુ કે, કોચ જસપાલ રાણા સાથેના વિવાદના કારણે મારી ઓલિમ્પિકની તૈયારીઓ પર અસર પડી હતી. રાણાએ મને 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાંથી નામ પાછુ લેવા માટે કહ્યુ હતુ. જોકે હું આ કેટેગરીમાં પ્રેક્ટિસ ચાલુ રાખીશ.

મનુ ભાકર

યુવા ઓલિમ્પિક અને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર મનુ ભાકરે કહ્યુ હતુ કે, નેગેટિવિટી અને રાણા સાથેના વિવાદના કારણે તેમજ કોઈ પણ કિંમતે મેડલ જીતવાની મારી ઈચ્છાના કારણે મારી સ્થિતિ વધારે ખરાબ હતી. મને વારંવાર કહેવામાં આવ્યુ હતુ કે, 25 મીટરની પિસ્ટલ સ્પર્ધામાંથી મારે નામ પાછુ લેવુ જોઈએ. કારણકે તેમાં મારૂ પ્રદર્શન એટલુ સારૂ નથી.

મનુએ કહ્યુ હતુ કે, નેગેટિવિટી હતી કારણકે આ આખા વિવાદમાં મારા માતા પિતાને પણ સામેલ થવા માટે મજબૂર કરાયા હતા. આ સિવાય મારી કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી અને તેનૂ પૂર્વ કોચે સમાધાન નહોતુ કર્યુ.

આ વર્ષે માર્ચ મહિનામાં શૂટિંગનો વિશ્વ કપ યોજાયો હતો. જેમાં પણ રાણા અને મનુ ભાકર વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જેના પગલે ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘે દરમિયાનગીરી કરવી પડી હતી. જોકે આ ઓલિમ્પિકમાં મને જે અનુભવ મળ્યો છે તે ભવિષ્યની તૈયારી માટે કામ લાગશે. મારી કેરિયર લાંબી છે અને આગળ હું મુશ્કેલ સ્થિતિનો વધારે સારી રીતે સામનો કરી શકીશ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

Parenting Tips / બાળકો પર પ્રેશર નાખવાથી આવે છે ગંભીર પરિણામ, પેરેન્ટ્સ સીખી લે મોટિવેટ કરવાના આ ગુણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!