લોકડાયરાઓ માટે ગુજરાત પ્રખ્યાત છે અને અહીં જ સૌથી વધારે લોક ડાયરાઓનું આયોજન થતું હોય છે. આમ પણ લોક ડાયરાઓ અને ભજન કાર્યક્રમ યોજવાની એ આપણી જૂની પરંપરા છે. લોકડાયરામાં ગુજરાતી લોક ગીતો, ભજનો, સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવા લોકડાયરાઓનું આયોજન થયું હતું જ્યાં મંત્રી દેવા માલમે નોટો વરસાદ કર્યો હતો.
લોકડાયરામાં રાજ્ય કક્ષાના મંત્રી દેવા માલમે પૈસાનો વરસાદ કર્યો#GSTVNEWS pic.twitter.com/opKZ8G8DX8
— GSTV (@GSTV_NEWS) May 14, 2022
કેશોદના માણેકવાડા ગામે લોકડાયરામાં રાજ્ય કક્ષાના મંત્રી દેવા માલમે પૈસાનો વરસાદ કર્યો હતો. સુપ્રસિદ્ધ માલબાપા નાગદેવતા મંદિરની પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં જનમેદની ઉમટી પડી હતી. લોકસાહિત્ય કલાકાર ઉર્વશી રાદડિયા, બીરજુ બારોટ અને દેવાયત ખવડ પર પૈસાનો વરસાદ કરાયો હતો. આ ડાયરામાં રૂપિયા દસ, વીસ 100 અને ૫૦૦ની ભારતીય ચલણી નોટોની ચાદર પથરાઈ હતી. લોકા ડાયરા પ્રસંગે કેશોદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ