ભાજપે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારમાં થયેલા વિકાસ કામો તેમજ સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ‘જન આશિર્વાદ યાત્રા’ શરૂ કરી છે. ત્યારે આજથી બે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં યાત્રા પ્રવાસે છે. એવામાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રા આજે ખોડલધામ ખાતે પહોંચી હતી. આ દરમ્યાન પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ એકસાથે જોવા મળ્યાં હતાં. જીતુ વાઘાણીએ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાને આવકારી હતી.

જ્યાં નરેશ પટેલએ પાટીદાર નેતાઓને કેન્દ્રમાં નેતૃત્વ આપવા માટે સરકારનો આભાર માન્યો. નરેશ પટેલએ જણાવ્યું કે, ખોડલધામમાં રાજકારણ નથી ફક્ત પાટીદારના દીકરાનો આવકાર છે.

રાજકોટમાં ભાજપ દ્વારા જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા જોડાયા છે. તેમણે જન આશિર્વાદ યાત્રા દરમ્યાન પાટીદાર સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘પાટીદાર એટલે ભાજપ અને મનસુખ માંડવીયા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે. પીએમ મોદીએ કેન્દ્રમાં બે મહત્વના ખાતા આપીને પાટીદાર સમાજનું સન્માન કર્યુ છે.’

તો બીજી તરફ જેરામ પટેલે જણાવ્યું કે, ‘ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજને પ્રભુત્વ મળ્યું છે તેનાથી અમે સંતુષ્ટ છીએ.’ તો વળી કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ પણ જણાવ્યું કે, ‘પીએમ મોદીએ પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ આપ્યું છે. રાજ્યની કેબિનેટમાં બે પાટીદાર પ્રધાનોને સ્થાન મળ્યું છે.’
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ