GSTV
Home » News » શપથગ્રહણ દરમ્યાન ‘મૈં’ બોલતા અટકી ગયા બે મંત્રી, ગુજરાતના સાઈકલ ચલાવનારા નેતાને રાષ્ટ્રપતિએ કહ્યું…

શપથગ્રહણ દરમ્યાન ‘મૈં’ બોલતા અટકી ગયા બે મંત્રી, ગુજરાતના સાઈકલ ચલાવનારા નેતાને રાષ્ટ્રપતિએ કહ્યું…

નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 24 કેબિનેટ મંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા. જો કે શપથ ગ્રહણમાં એક મઝેદાર વાત બની. મનસુખ માંડવીયા અને ફગ્ગન સિંહ ફુલસ્તે પદ અને ગોપનિયતાના શપથ દરમ્યાન પોતાના નામની પહેલા હું લગાવવાનું ભૂલી ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તુરંત જ તેમની ભૂલ સુધારી અને મેં બોલવા માટે કહ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મંત્રીજી પોતાના નામની આગળ હું (મેં) લગાવો.

મનસુખ માંડવિયા ગુજરાતના એ જ નેતા છે જે સાઈકલ ચલાવવા માટે ભારતભરમાં પોપ્યુલર છે. આ વખતે તેમને બીજી વખત મંત્રી બનાવવામાં આવ્યા છે. માંડવિયાએ સાઈકલ લઈ શપથ ગ્રહણમાં જતા કહ્યું હતું કે, મારા માટે સાઈકલ લઈ શપથગ્રહણમાં જવું એ કંઈ નવું નથી. એ મારું પેશન છે. હું સંસદમાં હંમેશાં સાઈકલ લઈ જાવ છું. એ પર્યાવરણના હિતમાં છે. જેનાથી ઈંધણની બચત થાય છે અને સ્વાસ્થય સારું રહે છે.

શપથ સમારોહમાં રાષ્ટ્રપતિએ જે બીજા નેતાની ભૂલ સુધારી તેનું નામ ફગ્ગન સિંહ કુલસ્તે છે. કુલસ્તે મધ્યપ્રદેશની મંડલા લોકસભા સીટથી છઠ્ઠી વખત જીત્યા છે. કુલસ્તેને આ વખતે ફરી મોદીના પ્રધાનમંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. એ પહેલા પણ કેન્દ્રિય મંત્રી રહી ચૂક્યા છે. કુલસ્તે પાર્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો માનવામાં આવે છેય કુલસ્તેનો વિવાદો સાથે પણ મોટો નાતો રહ્યો છે. આ એ જ કુલસ્તે છે જેણે સંસદમાં નોટોનું બંડલ ઉડાવ્યું હતું.

READ ALSO

Related posts

જો આ દેશનો ખેલાડી ગ્રાઉન્ડ પર રમતો હોય તો ટિકિટના ભાવ ડબલ થઈ જતા હતા

Mayur

પૈસાની અચાનક જરૂર પડે તો Personal Loanની જગ્યાએ આ લોન લો, થશે આટલો બધો ફાયદો

Arohi

સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી, રાત્રે બે વાગ્યે ત્રણની તિવ્રતાનો ભૂકંપ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!