GSTV

મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ખોવાયું હતુ શખ્સનું પર્સ, 14 વર્ષ બાદ પોલિસે પાછુ આપ્યુ

મુંબઈની લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરી થયેલા પાકિટને પોલીસે શોધી તેને તેના મુળ માલિકને સોંપ્યું છે. પાકિટમાં 900 રૂપિયા હતા. રેલ્વે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, 2006માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ-પનવેલ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે હેમંત પેડલકરનું પાકિટ ગૂમ થઈ ગયું હતું. આ વર્ષે એપ્રિલમાં જીઆરપી વાશીએ તેમને ફોન કરી જણાવ્યું કે તેમનું પાકિટ મળી ગયું છે.

જો કે, લોકડાઉનના કારણે તેઓ પોતાનું પાકિટ લઈ જઈ શક્યા નહોતા. પ્રતિબંધો હટ્યા બાદ પનવેલ નિવાસી પેડલકર વાશીમાં જીઆરપી ઓફિસમાં ગયા અને તેમાં તેમણે રાખેલી રકમ સાથે તેમનું પાકિટ પરત મળી ચુક્યું છે. જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું કે, પેડલકરનું પાકિટ ચોરનારની થોડા સમય પહેલા ધકપકડ કરવામાં આવી હતી.

પેડલકરે જણાવ્યું કે, તે સમયે મારા પાકિટમાં 900 રૂપિયા હતા જેમાંથી 500 રૂપિયાની જુની નોટ હતી જે બાદમાં ડિમોનિટાઈઝેશન બાદ રદ્દ થઈ ગઈ હતી. વાશી જીઆરપીએ મને 300 રૂપિયા પરત આપ્યા. તેમણે સ્ટેમ્પ પેપર માટે 100 રૂપિયા કાપી લીધાં અને કહ્યું કે, બાકીના 500 રૂપિયાની નોટ તેમને બદલ્યા બાદ મળી જશે.

READ ALSO

Related posts

હાઇકોર્ટના ચુકાદા બાદ ખાનગી શાળાના સંચાલકોનું નરમ વલણ,આટલા ટકા ફી ઘટાડવાની આડકતરી રીતે તૈયારી બતાવી

Bansari

નરેન્દ્ર મોદી સરકાર નથી નિયંત્રિત કરી શકતી ડિજિટલ મીડિયા, લાવી શકે છે વધુ કડકાઈ સાથેના નવા પ્રતિબંધો

Karan

હરસિમરતે મોદીને ઉજાગરો કરાવી દીધો, સ્પષ્ટતાઓ કરવા માટે કર્યા મજબૂર

Karan
Do NOT follow this link or you will be banned from the site!