GSTV

VIDEO: હરખમાંને હરખમાં પ્રપોઝ કરવા પહોંચ્યો યુવક, અચાનક મનના માણિગારનું મહિલાએ થોબડૂ ફેરવી નાખ્યું !

એક યુવક યુવતીને પ્રપોઝ કરવા માટે બોટ પર ચડ્યો, બરાબર આ જ સમયે કંઈક એવુ થયુ કે, જેને જોઈ લોકો હૈરાન થઈ ગયા હતા, આ મેરેજ પ્રપોઝલ એક દમ બૈકાર ગયુ હતું. આ શખ્સ જેવો પ્રપોઝ કરવા માટે બોટ પર ઉભી રહેલી મહિલા પાસે જાય છે. આ સમયે તે જેવો પ્રપોઝ કરે છે કે તે જ સમયે બોટ ચાલુ જતા મહિલા પડી જાય છે, જેના કારણે આ શખ્સના થોબડા પર મહિલાની લાત વાગી જાય છે અને બોટ આગળ નિકળી જાય છે. આ ફની વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો, એક શખ્સ બોટ પર ચડે છે અને સામે અન્ય એક બોટમાં ઉભેલી મહિલા તેની રાહ જોઈ રહી છે. આ બંને બોટના કિનારા પર ઉભા છે અને પ્રેમભર્યુ દ્રશ્ય સર્જાય છે. શખ્સ ખિસ્સામાંથી અંગૂઠી કાઢી મહિલાને આપે છે. તે લગ્ન માટે પૂછે છે મહિલાના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. અને તે હા કહે છે. બાદમાં બંને એકબીજાના ગળે મળે છે.

જો કે, આ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે મહિલા બોટને કંટ્રોલ કરી શકી નહીં, જેના કારણે બોટ ચાલુ થઈ ગઈ હતી. અચાનક ચાલુ થયેલી બોટના કારણે મહિલા પણ પડી જાય છે અને તેના કારણએ મહિલાની લાત પુરૂષના મોઢા પર લાગી જાય છે. અને તે બોટ સાથે આગળ નિકળી જાય છે. સૌભાગ્યથી બંનેમાંથી એકેયને વધારે લાગ્યુ નથી. બંને સહિસલામત છે.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!