GSTV
Corona Virus India News Trending

ગરીબ વર્ગ માટે સૌથી મોટા સમાચાર, સરકાર 15મીએ ખાતામાં નાખશે 6,834 કરોડ રૂપિયા

કોરોનાની મહામારી દરમિયાન ગરીબ વર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો છે, ત્યારે મોદી સરકારે મનરેગાના મજૂરોના ખાતામાં સીધા નાણા નાખવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત મજૂરોની બાકી મજૂરીની ચુકવણી માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજ્યોને 6 હજાર 834 કરોડની ફાળવી છે.

15 એપ્રિલ સુધીમાં તમામ રાજ્યોમાં પહેલો હપ્તો ઈશ્યૂ થઈ જશે

આ જાણકારી ખુદ ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આપી છે. મંત્રાલયના સૂત્રો મુજબ વર્ષ 2020-21 માટે તમામ રાજ્યોનો પહેલો હપ્તો 15 એપ્રિલ,2020થી ઇશ્યૂ કરી દેવાશે. જો કે તમામ રાજ્યોમાં મનરેગાની મજૂરી એક સમાન નથી.

દરેક રાજ્યોમાં છે અલગ અલગ મજૂરીની રકમ

ઝારખંડ, બિહારમાં મનરેગાના શ્રમિકોને પ્રતિદિવસ માત્ર 171 રૂપિયા મજૂરી મળે છે. જ્યારે કે હરિયાણામાં સૌથી વધુ 284 રૂપિયા પ્રતિદિવસ મજૂરી મળે છે. સામાન્ય રીતે આ શ્રમિકોને વર્ષમાં માત્ર 100 દિવસ જ કામ મળે છે. કેન્દ્ર સરકારે લોકડાઉનના કારણે મનરેગાના શ્રમિકોની મજૂરીમાં પ્રતિદિવસ રૂપિયા 20નો વધારો કર્યો છે.

READ ALSO

Related posts

39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો

Binas Saiyed

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk
GSTV