GSTV

મનોજ વાજપેયીનો કંગનાને જડબાતોડ જવાબ, આવા રાગોનું વારંવાર રટણ કરવા પાછળ મોટું હોઈ શકે!

કંગના રનૌત હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી રહી છે. BMC અને શિવસેના સાથેની લડત અને શબ્દોના યુદ્ધ સિવાય કંગના ઘણું બધું કહી રહી છે અને તેનાથી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો ખુશ નથી. ભૂતકાળમાં ડ્રગ્સના કેસમાં કંગનાએ આખી ઇન્ડસ્ટ્રીને દોષીત ઠેરવી હતી. કંગનાએ તાજેતરમાં એમ પણ લખ્યું કે ઇન્ડસ્ટ્રીના લોકોમાં કોકેઇન સૌથી લોકપ્રિય ડ્રગ્સ છે.

મનોજે પોતાના અંદાજમા જવાબ આપ્યો

કંગનાએ ટવિટ કર્યું હતું કે આ પાર્ટીઓમાં MDMA પાણીમાં ઓગાળીએ આપવામાં આવે છે, તે પણ તમારી જાણ વિના. હવે આ આખી બાબતમાં મનોજ બાજપાઇએ તેનો જવાબ આપ્યો છે, તે પણ પોતાના અંદાઝમાં. કંગનાએ કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સનો બહિષ્કાર થવો જોઈએ. તાજેતરમાં મનોજ બાજપેયીએ કહ્યું, ‘તે ખૂબ યોગ્ય છે. કાંઈપણ વસ્તુનું સામાન્યકરણ કરવું ખોટું છે. આ બધા પાછળ મને કોઈકનો સ્વાર્થ લાગી રહ્યો છે. સાચું કહું તો હું ઇન્ડસ્ટ્રીનો બચાવ કરી રહ્યો નથી. અહીં ખરાબ લોકો છે તો અહીં સારા લોકો પણ છે.’

અહીં તમામ પ્રકારના લોકો છે

મનોજ બાજપેયીએ ઉમેર્યું, ‘અહીં તમામ પ્રકારના લોકો છે. મને અહીં ખરાબ લોકો પણ મળે છે, પરંતુ હું તેમનાથી ડર્યા વિના તેમની સાથે ડીલ કરું છું. હું તેમની સાથે લડતો રહ્યો છું અને આગળ પણ લડીશ. પરંતુ જેમ બાકીના ક્ષેત્રમાં જેમ છે તેમ અહીં પણ છે. પરંતુ જેમ તમે કહો છો કે અહીં ડ્રગ્સનો વેપાર થાય છે, તેથી જે પણ લોકો મને જોવે છે તે બધાને મને જોઇને લાગે છે કે ડ્રગ્સનું ગોડાઉન આવે છે. તેમને લાગે છે કે કાંચા શેઠ મનોજ બાજપેયી છે.’ આ પ્રકારના રાગનું વારંવાર રટણ કર્યે રાખવા પાછળ પણ કોઈ મોટું કારણ હોઈ શકે છે.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!