GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ફ્લોપ ક્રિકેટરોની યાદીમાં પતિનું નામ જોઈ પત્નીનો પારો પહોંચ્યો સાતમા આસમાને

ભારત માટે 12 વન-ડે અને ત્રણ ટી20 ઇન્ટરનેશનલ મેચ રમેલા ક્રિકેટર મનોજ તિવારીને 2015 બાદ ભારતીય ટીમમાં ફરીથી તક મળી નથી. તે પુનરાગમન માટે સતત પ્રયાસો કરે છે પરંતુ  તેને ટીમમાં રમવા મળતું નથી. તાજેતરમાં જ કેટલાક લોકોએ ભારતના અત્યાર સુધીના ફ્લોપ ક્રિકેટર્સની યાદી તૈયાર કરી છે અને તેમાં મનોજ તિવારીનું નામ જોઇને તેની પત્ની સુસ્મિતા ભારે ગુસ્સે ભરાઈ છે. તેના મગજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. સુસ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર ફ્લોપ ક્રિકેટરની યાદીમાં તેના પતિનું નામ જોઇને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે પ્રોફાઇલ બનાવનાર સામે સવાલ કર્યો છે કે તમારી આવી હિંમત કેમ ચાલી કે તમે મારા પતિનું નામ તેમાં સામેલ કરી દીધું. આવી પ્રોફાઇલ બનાવવાને બદલે તમારા બેકાર જીવનમાં કાંઇક કરી દેખાડો. જોકે ઘણાએ તેને આવી પોસ્ટ નહીં કરવાની સલાહ પણ આપી છે. એક પ્રશંસકે લખ્યું છે કે તમે મોટા સ્ટાર ક્રિકેટરની પત્ની છો. આ બધી વાતોથી તમારા દિમાગને અસર પડવી જોઇએ નહીં. કુછ તો લોગ કહેંગે. લોગો કા કામ હૈ કહેના.

ઓસ્ટ્રેલિયા સામે કર્યો હતો કારકિર્દીનો પ્રારંભ

2008માં મનોજ તિવારીએ ઓસ્ટ્રેલિયા સામે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને પોતાની પ્રથમ વન-ડેમાં જ તેણે સદી ફટકારી હતી. મનોજ તિવારીને આજે પણ સમજાતું નથી કે આવા પ્રદર્શન છતાં તેને ટીમમાંથી બહાર કેમ રખાયો હતો. તાજેતરમાં જે તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ અંગે તેણે હજી સુધી કેપ્ટન ધોનીને પૂછ્યું નથી કે પહેલી વન-ડેમાં જ સદી છતાં તેને ટીમમાંથી બહાર કેમ રખાયો હતો. મનોજ તિવારી એવા કેટલાક બેટ્સમેનની યાદીમાં સામેલ છે જેમણે સદી ફટકારી હોવા છતાં ત્યાર પછીની વન-ડેમાં તેને તક મળી ન હોય. 2011માં ચેન્નાઈ ખાતે તેણે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં સદી ફટકારી હતી પરંતુ ત્યાર પછીની મેચમાંથી તેને બહાર કરી દેવાયો હતો. તેણે જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું સદી ફટકારીશ અને મેન ઓફ ધ મેચ બનીશ ત્યાર પછી મનેઆગામી 14 વન-ડે સુધી તક નહીં મળે. એ સદી બાદ તેને આઠ મહિના બાદ બીજી વન-ડે રમવા મળી હતી. 2012માં તેને શ્રીલંકા સામે રમવા મળ્યું હતું જ્યાં તેણે 21 રન ફટકાર્યા હતા અને ત્યાર પછીની મેચમાં અડધી સદી ફટકારી હતી પરંતુ ત્યાર બાદ તેને છેક 2015માં ઝિમ્બાબ્વે સામે તક મળી હતી.

READ ALSO

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!