GSTV

દિલ્હી ચૂંટણીમાં થયેલા ધબડકા બાદ મનોજ તિવારીએ રાજીનામુ ધરતા પાર્ટીએ કહ્યું કે…

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ભાજપના ધબડકા બાદ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો છે. જો કે ભાજપ હાઇકમાન્ડે મનોજ તિવારીના રાજીનામાની ઓફર ફગાવી તેમને પદ પર યથાવત રહેવા જણાવ્યું છે.

મનોજ તિવારીએ દિલ્હીમાં 48 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો, પરંતુ ભાજપને ફક્ત 8 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ હાઇકમાન્ડે મનોજ તિવારીના રાજીનામાનો એટલે અસ્વીકાર કર્યો, કેમકે દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે ભાજપ સંગઠનની ચૂંટણી પાછી ઠેલવામાં આવી હતી. હવે સંગઠનની ચૂંટણી બાદ નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થશે. દિલ્હીમાં હાર બાદ મનોજ તિવારીએ હારની જવાબદારી સ્વીકારી હતી.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!