GSTV

ભાજપના અધ્યક્ષે કહ્યું,‘રાહુલ ગાંધી મેન્ટલી ડિસ્ટર્બ્ડ હોય તેવું લાગે છે’

સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મનોજ તિવારીએ નિવેદન આપતાં રાહુલ ગાંધીને મેન્ટલ ડિસ્ટર્બ્ડ કહ્યાં છે. તિવારીએ ભારતને વિશ્વનું રેપ કેપિટલ ગણાવનાર રાહુલ ગાંધીના નિવેદન પર આકરી પણ વિવાદિત પ્રતિક્રિયા આપી છે. મનોજ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી ભારતને ગૌરવન્વિત કરી શકે છે ન આવું કંઈ થાય તેને જોઈ શકે છે. વારંવાર તેઓ આવું નિવેદન આપે છે જેનાથી તેઓ મેન્ટલ ડિસ્ટર્બ્ડ હોય એવું લાગે છે. સાથે જ મનોજ તિવારીએ કહ્યું કે તેઓએ વડાપ્રધાન માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માટે તેઓએ માફી માગવી જોઈએ. વાયનાડની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને વિશ્વની બળાત્કારની રાજધાની તરીકે જોવું જોઈએ. સાથે જ રાહુલે વડાપ્રધાન મોદી પર મૌન રહેવાના આક્ષેપ કર્યા હતા.

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ ?

કેરળનાં વાયનાડ સંસદિય વિસ્તારમાંથી કોંગ્રેસનાં લોકસભા સાંસદ અને પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવી છે. તેમનું કહેવું છે કે લોકો પોતાની હાથમાં કાયદો એટલા માટે લઇ રહ્યા છે કેમ કે દેશ ચલાવનારો શખ્શ હિંસામાં જ વિશ્વાસ રાખે છે.તેમણે એ પણ કહ્યું કે ભારત દુનિયાભરમાં દુષ્કર્મની રાજધાની તરીકે ઓળખાય છે.રાહુલે કહ્યું કે બીજા દેશોમાં એ સવાલ પુછવામાં આવે છે કે આખરે ભારત કેમ પોતાની પુત્રીઓ અને બહેનોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં એક ભાજપા ધારાસભ્ય પર મહિલા સાથે દુષ્કર્મ નો  આરોપ છે,અને વડા પ્રધાને તેનાં અંગે એક શબ્દ પણ નથી કહ્યો.

હિંસાનો કર્યો રાહુલ ઉલ્લેખ

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે દેશમાં હિંસામાં થઇ રહેલી વૃધ્ધી જોઇ છે.આરાજક્તા અને મહિલા વિરૂધ્ધ અત્યાચારો વધ્યા છે,દરરોજ આપણે આ પ્રકારનાં સમાચાર વાંચીએ છીએ.લઘુમતી સમુદાયનાં વિરૂધ્ધ હિંસા થઇ રહી છે.તેમના વિરૂધ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે.દલિતોના વિરૂધ્ધ હિંસા થઇ રહી છે,તેમને પીટવામાં આવે છે અને તેમના હાથ કાપવામાં આવે છે.  તેમણે કહ્યું કે ‘આદિવાસીઓ વિરૂધ્ધ અત્યાચાર થઇ રહ્યા છે.તેમની જમીન છીનવી લેવામાં આવી રહી છે.હિંસામાં થઇ રહેલી આ નાટકીય વૃધ્ધીનું એક કારણ છે.આપણું સંસ્થાગત માળખુ તુટવાનું પણ એક કારણ છે.લોકો દ્વારા કાનુન પોતાના હાથમાં લેવાનું આ એક કારણ છે,આવું એટલા માટે જ થઇ રહ્યું છે.કેમ કે જે માણસ આ દેશ ચલાવે છે.તે હિંસામાં અને અવ્યવસ્થિત શક્તિમાં વિશ્વાસ રાખે છે’.

READ ALSO

Related posts

Corona: લૉકડાઉનનું યોગ્ય પાલન ન કરાવી શકનાર 4 અધિકારીઓ સામે કેન્દ્રનું કડક વલણ, 2 સસ્પેન્

Bansari

લૉકડાઉનમાં શું કરી રહ્યા છે મોદી? PMએ શેર કર્યો યોગનો 3D વીડિયો

Karan

દુનિયાભરમાં વકરતો Corona વાયરસ: 24 કલાકમાં 18000 નવા કેસ, મૃત્યુઆંક 10 હજારને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!