GSTV

અંબાણી પરિવારને આ વ્યક્તિ લાવ્યો ટેલિકોમ બિઝનેસમાં, ધીરૂભાઈના ખાસ હવે છે મુકેશ અંબાણીના છે ખાસ

મનોજ મોદી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની બહાર બહુજ ઓછા લોકો આ નામ વિશે જાણતા હશે. પરંતુ હાલમાં જ ફેસબુકથી ગુગલ સુધીને રિલાયન્સ જીયોમાં  રોકાણ કરવા માટે રાજી કરવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે. ખાસ કરીને ફેસબુક દ્વારા કરવામાં આવેલા 43,574 કરોડ રૂપિયાના રોકાણનો માસ્ટર માઇન્ડ મનોજ મોદીને માનવામાં આવે છે.  મુકેશ અંબાણીનો જમણો હાથ કહેવાતા મનોજ મોદી અત્યંત નિપુણ છે અને ઘણી વાર ચર્ચાઓથી દૂર રહે છે અને મોટા આયોજનમાં વ્યસ્ત રહે છે.  આજે રિલાયન્સ જિયો માટેની યોજના બનાવી રહેલા મનોજ મોદીએ એક સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ટેલિકોમ બિઝનેસમાં લાવવાનું કામ કર્યું હતું.

મુકેશ અંબાણીની જેમ, કેમિકલ એન્જિનિયરિંગ કરનાર મનોજ મોદી પહેલીવાર મુંબઇની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને મળ્યા હતા.  પહેલા જ દિવસથી મનોજ મોદીના મુકેશ અંબાણી સાથે સારા સંબંધ હતા અને પછી ધીમે ધીમે તે ખાસ અને વિશ્વાસપાત્ર બની ગયા. એટલે સુધીકે તેઓ રિલાયન્સ ગ્રુપની ઘણી મહત્વપૂર્ણ યોજનાઓને આકાર આપતા રહ્યા છે.  અંબાણી પરિવારે પહેલીવાર જ્યારે ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો ત્યારે મનોજ મોદીએ જ આખી યોજના કરી હતી. એક અહેવાલ મુજબ મનોજ મોદીની પસંદગી રિલાયન્સના સ્થાપક ધીરુભાઇ અંબાણી અને ખુદ મુકેશ અંબાણીએ કરી હતી.

મનોજ મોદીએ ટેલિકોમ ક્ષેત્રના અભ્યાસ માટે કેટલાક મહિના ગાળ્યા અને પછી બ્લુપ્રિન્ટ તૈયાર કરી.  આ પછી જે કંપની બની તેનું નામ રિલાયન્સ ઈન્ફોકોમ રાખવામાં આવ્યું.  રિલાયન્સે આ કંપની દ્વારા 2002 માં ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.  જો કે, મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેના વિભાજન પછી, કંપની અનિલ અંબાણી પાસે જતી રહી હતી, જેને તે ચલાવી શક્યો નહીં અને દેવાના કારણે બંધ થઈ ગઈ.  ટેલિકોમ ક્ષેત્રના તે જુના અનુભવને ફરી એક વાર મનોજ મોદી દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હતો અને રિલાયન્સ જિઓની સફળતાની વાર્તા બનાવી.

મનોજ મોદી અંબાણી પરિવારની કેટલી નજીક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છેકે, તેઓ એકવાર વિદેશથી ફાઈનાન્સમાં માસ્ટર્સની ડિગ્રી લેવા માંગતા હતા. તેની ઉપર ધીરુભાઈ અંબાણીએ કહ્યુકે, આ સમયની બરબાદી કરવાનું હશે. ત્યારબાદ તેમણે પોતાનો ઈરાદો છોડી દીધો હતો. પિતાથી લઈને પુત્ર સુધી વિશ્વાસપાત્ર રહેલાં મોદીનું આકાશ અંબાણી સાથે પણ સારી ટ્યૂનિંગ છે. રિલાયન્સનાં નજીકનાં સૂત્રો મુજબ, ફેસબુકને રિલાયન્સ જીયોની સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા હતી.

READ ALSO

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ફફડાટ/ મોટી સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત થયાં, કેટલાય વિભાગો કરી દીધા સીલ

Pravin Makwana

SBI એ ગ્રાહકોને પોર્ટલ પર આપી આ સુવિધા, એક ક્લિકમાં થઈ જશે તમારુ કામ

Ankita Trada

નસવાડી તાલુકાના લોકો નાછૂટકે જીવના જોખમે કરી રહ્યા છે આ કામ, બહેરી સરકારના કાને ક્યારે જશે આ વાત !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!