GSTV

video : રાજકોટના રાજવીની દબદબાભેર નિકળી અંતિમયાત્રા, 9 બંદૂકની અપાઈ સલામી

Last Updated on September 28, 2018 by Arohi

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે નિધન થયું. આજે તેમના અંતિમ સંસ્કાર છે. સંપૂર્ણ રાજવી રિતરિવાજ મુજબ તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. બેન્ડવાજાના સૂર અને 9 બંદૂકની સલામી સાથે ચાંદીની બગીમાં અંતિમયાત્રા નીકળી. જોકે અંતિમસંસ્કાર પહેલા તેમના પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.

દાદાના હુલામણા નામથી જાણીતા મનોહોરસિંહજી જાડેજાના પાર્થિવદેહ પેલેસના આંબલી રૂમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં રાજકીય ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમનું 83 વર્ષની વયે નિધન થયું છે. દિવગંત મનોહરસિંહજી જાડેજા પૂર્વ કેબિનેટ પ્રધાન પણ હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સહિતના રાજકીય અગ્રણીઓએ શોકાંજલી પાઠવી છે. અંતિમયાત્રા માટે માંધાતાસિંહે પોલીસ કમિશનર પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને લઈને અંતિમયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો. 20 ઘોડેસવાર પોલીસ પહેરવેશ સાથે અને પોલીસ બેન્ડને પણ અંતિમયાત્રામાં જોડાવવાની અને 9 ગનની સલામી માટે ફાયરિંગ કરવા પરવાનગી લેવામાં આવી હતી.

મનોહરસિંહ જાડેજા જેઓની ગુરૂવારે તબિયત અચાનક લથડી હતી. જો કે પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.  મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. તેમણે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

તેમના લગ્ન 1949માં  માનકુમારી દેવી સાથે થયા હતા. રાજકોટના મતદાર ક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતાં અને 1971 સુધી સેવા આપી હતી. તેમણે રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે વધુ કાર્યવાહી કરી હતી અને નાણામંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર રહી ચૂક્યા હતો. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે પણ સેવા આપી હતી.

 

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!