GSTV
Home » News » મનોહર પારિકરની ભાજપ સાથે વફાદારીનો બદલો અપાયો, આ વ્યક્તિને અપાઈ લોકસભાની ટિકિટ

મનોહર પારિકરની ભાજપ સાથે વફાદારીનો બદલો અપાયો, આ વ્યક્તિને અપાઈ લોકસભાની ટિકિટ

પણજી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી બે નામો ચર્ચામાં છે જેમાં એક નામ સ્વર્ગીય મુખ્યમંત્રી મનોહર પારિકરના મોટા પુત્ર ઉત્પલ પારિકરનું પણ છે. પક્ષના એક નેતાએ જણાવ્યું કે ગોવા ભાજપના અધ્યક્ષ વિનય તેડુંલકરે સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા માટે બુધવારે પણજી બ્લોક સમિતિ સહિત પક્ષના અલગ અલગ એકમો સાથે ચર્ચા કરી હતી.

ભાજપના વરિષ્ઠ આગેવાનો પોતાનૂં નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે બે નામ અલગ નકકી કરાયા છે. જેમાં પહેલું નામ ઉત્પલ પારિકરનું છે અને બીજું નામ સિધ્ધાર્થી કુનકોલીનકરનું છે.આ બંને નામો હવે અંતિમ નિર્ણય માટે દિલ્હીના પક્ષના સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પારિકરનું ગત માસમાં અવસાન થયા બાદ પણજી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી કરવી અનિવાર્ય થઇ છે. આ બેઠકની પેટા ચૂંટણી ૧૯ મેના રોજ થવાની છે.

ઉત્પ્લે અમેરિકામાં સ્નાતકોતર અભ્યાસ કર્યો છે. તેણે અગાઉ કહયું જ હતું કે ભાજપ તરફથી જે કંઇ જવાબદારી,કામગીરી સોંપવામાં આવશે તે હું કરીશ. કુનકોલીનકરની વાત કરીએ તો તે પહેલી વખત ર૦૧પની પેટા ચૂંટણીમાં પણજી બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદ તેણે ર૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી જ બીજી વખત જીત મેળવી હતી, પણ વિધાનસભામાં મનોહર પારિકર માટે જગ્યા કરવા તેમણે આ બેઠક ખાલી કરી હતી.

કોંગ્રેસે પણજી પેટા ચૂંટણીમાં રાજયના પૂર્વ મંત્રી અતાનાસીયો મોનસેરાટેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ગોવામાં કોંગ્રેસે બુધવારે કહયું હતું કે મંગળવારે થયેલી લોકસભા અને ત્રણ વિધાનસભાની ચૂંટણી પછી જે રીતે ચૂંટણી પંચ ઇવીએમ સ્ટોંગ રૃમમાં લઇ જવાતા હતા તેનાથી હેરાની થાય છે.પક્ષે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચે ઇવીએમની સુરક્ષા અને તેની યોગ્ય સલામતિ જળવાઇ રહે તે માટે યોગ્ય પગલા લેવા જોઇએ, ત્યારે તેના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું કે ઇવીએમ કે અન્ય ચૂંટણી સામગ્રી લાવવા લઇ જવામાં જરૃરી તમામ સાવચેતી રાખવામાં આવે જ છે.

Read Also

Related posts

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

Dharika Jansari

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

આજથી પ્રથમ ટેસ્ટ : વિન્ડિઝ સામે વિજયકૂચ આગળ ધપાવવાનો ભારતનો ઈરાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!