GSTV
Home » News » સામાન્ય જનતા મનોહર પર્રિકરના અંતિમ દર્શન કરી શકે આ માટે પાર્થિવ દેહને કલા એકેડેમી ખાતે લવાયો

સામાન્ય જનતા મનોહર પર્રિકરના અંતિમ દર્શન કરી શકે આ માટે પાર્થિવ દેહને કલા એકેડેમી ખાતે લવાયો

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલયથી કલા એકેડમી ખાતે લાવવામાં આવ્યો. જ્યાં સામાન્ય જનતાએ પર્રિકરના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પર્રિકરના નિધન બાદ ગોવાની જનતામાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે કલા એકેડમી ખાતે અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જેથી અહીં સુરક્ષાની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંખ્યામાં ભાજપ અને સંઘન મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પર્રિકરના નિધન બાદ ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારે પર્રિકરનું કેન્સરની બિમારી બાદ નિધન થયુ. જેથી ગોવામાં ભાજપના કાર્યલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે.

ત્યારે સાંજે ચાર વાગે કલા એકેડમીથી મીરામાર સુધી પર્રિકરની અંતિમ યાત્રા નીકળશે. જેમા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાવાના છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ મનોહર પર્રિકરને ભાજપ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમની સાથે ભાજપના કાર્યકરો પણ પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

સલમાન ખાન સાઈકલ લઈ નીકળ્યો, વચ્ચે વીડિયો ઉતારનારનો મોબાઈલ ઝૂંટવી લીધો

Mayur

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur