GSTV

મનોહર પર્રિકરે પોતાના માટે કરાવી હતી 14 POLICY, પરિવારજનોને મળશે આટલી રકમ

Manohar Parrikar health policy

મનોહર પર્રિકરે પોતાના માટે કરાવી હતી 14 POLICY, પરિવારજનોને મળશે આટલી રકમ પોતાની ઝિંદગીમાં દરેક વ્યક્તિ ફ્યૂચરને સેફ કરવા માટે મ્યૂચુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરતો હોય છે. પોતાના ખિસ્સામાં જેટલી રકમ હોય એટલા હિસાબથી તે રૂપિયા રાખે છે. જેથી તે આરામથી તેનું પ્રિમિયમ ભરી શકે. હાલમાં જ દેશના સૌથી સાદગીપૂર્ણ નેતાઓમાંથી એક મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેઓ સ્વાદુપિંડના કેન્સરથી પીડિત હતા. જાણીને નવાઈ લાગશે કે મનોહર પર્રિકર પાસે 14 એલઆઈસીની પોલિસી હતી. જેની રકમ અલગ અલગ હતી. હવે તેઓ આ દુનિયામાં નથી. એવામાં એ રકમ હવે તેમના પરિવારજનોને મળશે.

55 લાખ રૂપિયાની 14 પોલિસી

રાજ્યસભામાં ચૂંટણી લડતા સમયે ઈલેક્શન કમિશનને જે ઈનકમ એફિડેવીટ આપ્યો હતો. તેમાં તેમણે પોતાની એલઆઈસી પોલિસીનો પણ ઉલ્લેખ કર્યો હતો. એડીઆરની રિપોર્ટના પ્રમાણે ઈલેક્શન કમિશને તેમને 14 પોલિસી વિશે જાણકારી આપી હતી. જે અલગ અલગ રકમની હતી. જો તમામ પોલિસીની રકમને જોડવામાં આવે તો 55 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે. 55 લાખ રૂપિયાની પોલિસીની રકમ ઘણી જ મોટી રકમ થાય છે.

આ રીતે કરાવી હતી પોલીસી

મનોહર પર્રિકરે ઘણું જ વિચારીને પોતાની પોલિસી કરાવી હતી. નાના નાના ટૂકડાઓમાં આ પોલિસી વિભાજીત કરી હતી. 5-5 લાખ રૂપિયાની 7 પોલિસી કરાવી હતી. જે પોલિસીની કુલ રકમ 35 લાખ રૂપિયા થતી હતી. જ્યારે એક લાખ અને બે લાખ રૂપિયાની તેમણે એક એક પોલિસી કરાવી હતી. જ્યારે ત્રણ લાખ રૂપિયાની તેમની પાસે ત્રણ પોલિસી હતી. તો ચાર ચાર લાખ રૂપિયાની બે પોલિસી હતી. આ સિવાયની અન્ય પોલિસી પણ એક લાખ રૂપિયાની આસપાસની હતી.

3 લાખ રૂપિયાનું પેન્શન

આટલા મોટા હોદ્દા પર હોવા છતાં મનોહર પર્રિકર પાસે પેન્શન પ્લાન પણ હતો. જેના માટે તેઓ દર મહિને અને વર્ષે પ્રિમીયમ ભરતા હતા. તેમણે 3 લાખ રૂપિયાનું પેન્શન પ્લાન અચડીએફસી પાસેથી લીધું હતું. દેશના યુવાઓએ આ વાતથી શીખામણ લેવી જોઈએ કે પોતાના ફ્યૂચરને સિક્યોર કરવા માટે પેન્શન પ્લાન પણ લઈ શકાય છે. જેમાં તમને ઈન્કમ ટેક્સનો પણ ફાયદો મળી રહે છે.

READ ALSO

Related posts

પી.કે. ની ખોટ પૂરવા નીતિશે છ મહારથીને ઉતાર્યા, આ વ્યૂહકારો ઘડી રહ્યાં છે ચૂંટણીના જ્ઞાતિ સમીકરણો

Karan

કમલનાથને મંગળ ફરશે: મંગળવારે જાહેરાત, મંગળવારે મતદાન અને મંગળવારે પરિણામ, બધુ જ મંગળ કરી દેશે

Ankita Trada

જો આ થયું તો વિશ્વયુદ્ધના ભણકારા વાગશે: પાકિસ્તાનના સૈનિકો પહોંચ્યા, રશિયા આ મામલે કૂદ્યુ તો તો ચિંતા વધશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!