GSTV
Home » News » મનોહર પર્રિકર સાદગીમાં માનતા, સાઈકલ ચલાવતા અને લગ્નમાં જમવા માટે લાઈનમાં ઉભા રહેતા

મનોહર પર્રિકર સાદગીમાં માનતા, સાઈકલ ચલાવતા અને લગ્નમાં જમવા માટે લાઈનમાં ઉભા રહેતા

ગોવાના મુખ્યપ્રધાન અને પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરનું લાંબી માંદગી બાદ 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા મહિનાથી સારવાર લઇ રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી પાઠવી છે. મનોહર પર્રિકરની ઓળખ એક ઇમાનદાર અને સાદગીપૂર્ણ વ્યક્તિ તરીકેની હતી. તેઓ આઇટીટી બોમ્બેથી ગ્રેજ્યુએટ થયેલા પર્રિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય પ્રચારક રહ્યા હતા. ત્યારે તેમના જીવનની અજાણી વાતો પરથી પડદો ઉઠાવીએ.

ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકર હંમેશા પોતાની સાદગીના માટે ઓળખાતા હતા. મીડિયામાં મનોહર પર્રિકરને હંમેશા સ્કૂટર પર યાત્રા કરનારા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જે તેઓ હંમેશા કરતા હતા.

પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. તેમને સાઈકલ ચલાવવું પણ ઘણું પસંદ હતું. જ્યારે રાજકારણની વ્યસ્તતા વચ્ચે થોડો ઘણો પણ સમય બચે તો તેઓ સાઈકલ ચલાવતા હતા.

એક વખત પર્રિકર પૂણેના એક લગ્નના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેઓ લાઈનમાં ઉભા રહેલા નજર આવ્યા હતા. જ્યાંથી જ ખ્યાલ આવી જાય કે મુખ્યમંત્રી અને IITના ટોપ વિદ્યાર્થી હોવા છતાં તેમની સાદગીએ જ લોકોનું મન મોહી લીધું હતું.

પોતાની સાદગી માટે મશહૂર મનોહર પર્રિકર મોદી સરકારમાં રક્ષામંત્રીના પદ પર સત્તારૂઢ હતા. પર્રિકર ભલે સાદગીથી જીવન જીવતા હતા પણ આ એ જ માણસ હતો જેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેન્યને ઘુસાવી સર્જિકલ સ્ટ્રાઈક કરાવી હતી અને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો.

મનોહરજી 2000થી 20005, 2012થી 2014 અને 2017થી ઓક્ટોબર 2018 સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યા. ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા. 2017માં ગોવાના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

મનોહર પર્રિકરે વર્ષ 1988માં રાજનીતિમાં પગ મુક્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 1994માં તેઓ પહેલી વાર ગોવાના ધારાસભ્ય બન્યા હતા. જે પછી પર્રિકર 1994થી 2001 સુધી ગોવામાં ભાજપના મહાસચિવ અને પ્રવક્તા પણ રહ્યા હતા.

13 ડિસેમ્બર 1955માં ઉત્તરી ગોવાના માપુસામાં જન્મેલા મનોહર પર્રિકરે સ્કૂલની શિક્ષા ગોવાના મારગોવામાં લીધી હતી. જે પછી તેમણે આઈઆઈટી બોમ્બેમાં એડમિશન લીધું હતું. 1978માં આઈઆઈટી બોમ્બેથી મેટલર્જિકલમાં એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.

મનોહર પર્રિકરના લગ્ન 1981માં મેઘા પર્રિકર સાથે થયા હતા. વર્ષ 2000માં મનોહરજીની પત્ની મેધાનું પણ કેન્સરના કારણે જ નિધન થયું હતું. ગત્ત વર્ષે કેન્સરનો ઈલાજ કરાવવા માટે મનોહરજી અમેરિકા ગયા હતા. અમેરિકાથી ઈલાજ કરાવીને તેઓ 15 સપ્ટેમ્બરે પરત ફર્યા હતા. પૈક્રિયાટિક કેન્સરની સામે જંગ લડી રહેલા મનોહરજીએ આમ છતાં ગોવાની ખુરશી અને પદ સંભાળ્યું હતું.

READ ALSO

Related posts

315 વિશાળ રૂમ સાથે અમદાવાદના આ સ્થળ પર બનશે તાજ હોટલ, અહીં વાચો શું હશે સુવિધાઓ

Arohi

B’day Special: 20 કરોડનું એપાર્ટમેન્ટ, 35 કરોડ ફીસ, 85 લાખની ગાડી અને….કંઇક આવા છે વરુણ ધવનના ઠાઠ!

Bansari

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari