GSTV
Home » News » જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

ગણતંત્ર દિવસના અવસરે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધન કર્યું. તેમણે કહ્યું, મન કી બાતના માધ્યમથી હુ આસામના લોકોને ખેલો ઈન્ડિયાની યજમાની માટે અભિનંદન આપુ છું. 22 જાન્યુઆરીના રોજ ગુવહાટીમાં ત્રીજા ખેલો ઈન્ડિયા ગેમનું સમાપન થયું.

લગભઘ 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો

તેમણે કહ્યું કે ખેલો ઈન્ડિયા ગેમમાં કેટલાય રાજ્યના લગભઘ 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમા લગભગ 80 રેકોર્ડ તુટ્યા. જેમાથી 56 રેકોર્ડ તોડવાનું કામ આપણી દીકરીઓએ કર્યું. પીએમએ કહ્યું કે, આવતા મહિને 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ઓડિસાના કટક અને ભુવનેશ્વર ખાતે પહેલા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આયોજીત થઈ રહ્યા છે. તેમા ભાગ લેવા માટે 3 હજાર ખેલાડીઓ ક્વાલિફાઈ થઈ ગયા છે.

સાઈકિલિંગ કરે છે ભારતના ડેવિડ બેકહામ

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હુ ડેવિડ બેકહામનું નામ લઈશ ત્યારે તમે રહેશો કે તે ઈન્ટરનેશનલ ફૂટબોલર છે પરંતુ હવે આપણી પાસે પણ ડેવિડ બેકહામ છે. તેમણે ગુવહાટી યુથ ગેમ્સમં ગોલ્ડ મેડલ જીત્યો છે. ડેવિડે સાઈકિલ સ્પર્ધામાં સ્પ્રિંટ ઈવેંટ (200મીટર)માં ગોલ્ડ જીત્યો છે.

કાકા બનાવવા માંગતા હતા ફૂટબોલર

પીએમ મોદીએ કહ્યું કે હું હાલમાં અંદમાન-નિકોબાર ગયો હતો. ત્યાં મને જાણવા મળ્યું કે, ડેવિડના માતા પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. ડેવિડના કાકા તેમને ફૂટબોલર બનાવવા માંગતા હતા. તેટલા માટે જ તેનું નામ ડેવિડ રાખ્યું હતું. જો કે ડેવિડનું મન સાઈકિંલિગમાં હતું. પીએમએ કહ્યું કે, ડેવિડનું સિલેક્શન ખેલો ઈન્ડિયામાં થયું અને તેમણે સાઈકિંલિગ સ્પર્ધામાં નવો ઈતિહાસ રચી દીધો.

READ ALSO

Related posts

ટ્રમ્પનું હિન્દીમાં Tweet : ‘हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते….’

Mayur

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

ટ્રમ્પ અને મોદી જ્યાં મુલાકાત લેવાના છે ત્યાંના ફ્લેટવાસીઓને બારી ય નહી ખોલવા દેવાનો આદેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!