GSTV

મન કી બાત: પીએમ મોદીની જનતાને અપીલ, આ વખતે તહેવારો ‘વોકલ ફોર લોકલ’નો અપનાવો મંત્ર

પીએમ મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ફરી એક વાર દશેરાની જનતાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે દશેરા એ સંકટો ઉપર વિજયનો તહેવાર છે. વડા પ્રધાને કહ્યું કે દશેરા એ માત્ર અસત્ય પર સત્યની જીતનો તહેવાર નથી, સાથે જ આ ઉત્સવ સંકટ ઉપર વિજયની ઉજવણી પણ છે.

દેશી માલ ખરીદવો જોઈએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કહ્યું હતું કે તહેવારની મોસમ આવી રહી છે. આ સમય દરમિયાન લોકો ખરીદી કરવા જશે, તમારે ખરીદી માટે વોકલનો સંદેશ યાદ રાખવો જોઈએ અને સ્થાનિક અને દેશી માલ ખરીદવો જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભેચ્છા આપતા કહ્યું કે, આ વખતે દિવાળીમાં બોર્ડર પર રહેલાં સૈનિકના નામે દીવા પ્રગટાવજો.

બહાદુર સૈનિકોને પણ યાદ રાખવાનાં

પીએમ મોદીએ કહ્યું, “આપણે આપણા બહાદુર સૈનિકોને પણ યાદ રાખવાનાં છે, જે આ તહેવારોમાં, સરહદો પર ઉભા રહીને, ભારત માતાની સેવા અને સુરક્ષા કરે છે. આપણે તહેવારો ફક્ત તેમને યાદ કરીને ઉજવવાનાં છે, આપણે ઘરે દીવો, ભારત માતાનાં આ વીર પુત્રો-પુત્રીઓના સન્માનમાં પણ જલાવવાનો છે. હું મારા વીક જવાનોને પણ કહેવા માંગુ છું કે તમે ભલે સરહદ પર છો, પરંતુ આખો દેશ તમારી સાથે છે, તમારા માટે કામના કરી રહ્યો છું, હું એવા પરિવારોના બલિદાનને પણ સલામ કરું છું જેમના પુત્રો અને પુત્રી આજે સરહદ પર છે.”

આપણા ઘણા લોકલ પ્રોડક્ટસમાં છે ગ્લોબલ બનવાની શક્તિ

ખાદીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે ખાદી એ આપણી સાદગીની ઓળખ છે, પરંતુ આપણી ખાદી હવે ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે જાણીતી છે, તે શરીરને અનુકૂળ ફેબ્રિક પણ છે. પ્રધાનમંત્રીએ મેક્સિકોના ઓહાકા શહેરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાંની ખાદી ઓહાકા ખાદી તરીકે પ્રખ્યાત છે. પીએમએ કહ્યું કે ઓહાકાના એક યુવક, માર્ક બ્રાઉન, ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે તે મેક્સિકો ગયો અને ખાદીનું કામ શરૂ કરી દીધું. દિલ્હીના કનૉટ પ્લેસના ખાદી સ્ટોરમાં આ વખતે ગાંધી જયંતિ નિમિત્તે એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરવામાં આવી હતી. એ જ રીતે, કોરોનાના સમય દરમિયાન, ખાદી માસ્ક પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે.

આપણે આપણી વસ્તુઓ ઉપર કરવો જોઈએ ગર્વ

મારા વહાલા દેશવાસીઓ, જ્યારે આપણને આપણી ચીજો ઉપર ગર્વ થાય છે, ત્યારે દુનિયામાં આપણી જીજ્ઞાસા પણ વધે છે. આપણી આધ્યાત્મિકતા, યોગની જેમ આયુર્વેદ પણ આખા વિશ્વને આકર્ષિત કરે છે. ભારતમાં, પ્રાચીન કાળથી આવી ઘણી રમતો છે, જે આપણી અંદર એક અસાધારણ વિકાસ કરે છે. આપણું મન શરીરના સંતુલનને એક નવા આયામ પર લઈ જાય છે. પરંતુ, કદાચ આપણી નવી પેઢીના યુવાનો મલખમથી પરિચિત ન હોઈ શકે. તમારે તેને ઇન્ટરનેટ પર શોધવું જોઈએ અને જોવું જોઈએ.

માર્શલ આર્ટ્સ શીખે યુવાનો

મિત્રો, આપણા દેશમાં ઘણા માર્શલ આર્ટ્સ છે. હું ઇચ્છું છું કે આપણા યુવાન મિત્રો તેમના વિશે જાણે અને તેમને શીખે. મારા વહાલા દેશવાસીઓ, તેને ‘લર્નિંગ ઇઝ ગ્રોઇંગ’ કહે છે. આજે મન કી બાતમાં હું તમને એવી વ્યક્તિ સાથે પરિચય આપીશ જેનો અનોખો જુસ્સો છે. આ જૂનૂન છે બીજાની સાથે રીડિંગ અને લર્નિંગની ખુશીઓને વહેંચવાની.

આ અગાઉ પીએમ મોદીએ ગયા મહિનાની 27 મી તારીખે મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!