મનમોહન આપવા માગતા હતા રાજીનામું, આ કદાવર મહિલા નેતાએ નહોતું આપવા દીધું

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર હાલ ચર્ચામાં છે. યુપીએ સરકારમાં વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહનસિંહ પર બનેલી ફિલ્મને લઈને વિવાદ શરૂ થઈ ચુક્યો છે. ફિલ્મનું ટ્રેલર જાહેર થયા બાદ મહારાષ્ટ્ર યૂથ કોંગ્રેસે નોટિસ આપી છે કે તેમના જોયા વગર ફિલ્મને પ્રસારીત થવા દેવામાં નહીં આવે. આ પત્રકાર અને ભૂતપૂર્વ વ઼ડાપ્રધાનના મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર આધારીત છે.

આ ફિલ્મના ટ્રેલ જોઈએ એવું લાગે છે કે તેમની સરકારનું નિયંત્રણ ડૉ. મનમોહનસિંહના હાથમાં ન હતું. આ ફિલ્મ પર મનમોહનસિંહને સવાલ પુછવામાં આવ્યો, તો હાલ તેમણે પ્રતિક્રિયા આફવાનો ઈન્કાર કર્યો છે. ફિલ્મના ટ્રેલર મુજબ, અમેરિકા સાથેના નાગરિક ઊર્જા પરમાણુ કરાર મામલે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ અને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે મતભેદ હતા.

ફિલ્મ પ્રમાણે ડૉ. મનમોહનસિંહ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા માંગતા હતા. પરંતુ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ આમ કરતા તેમને રોક્યા હતા. ફિલ્મ મુજબ સોનિયા ગાંધી કહી રહ્યા હતા કે જ્યારે એક પછી એક ગોટાળા સામે આવી રહ્યા છે, તો આવામાં રાહુલ ગાંધીને કેવી રીતે જાવબદારી આપી શકાય છે. ફિલ્મના એક સીનમાં ડૉ. મનમોહનસિંહની પત્ની એમ પણ કહી રહ્યા છે કે આખરે પાર્ટી ક્યાં સુધી તેમને બદનામ કરાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter