GSTV
Home » News » “ન્યાય”થી ગરીબી મુક્ત દેશોની લાઇનમાં આવશે ભારત: કોંગ્રેસની પ્રસ્તાવિત યોજના મામલે ડો.મનમોહનસિંહનું મહત્વપુર્ણ નિવેદન

“ન્યાય”થી ગરીબી મુક્ત દેશોની લાઇનમાં આવશે ભારત: કોંગ્રેસની પ્રસ્તાવિત યોજના મામલે ડો.મનમોહનસિંહનું મહત્વપુર્ણ નિવેદન

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે કોંગ્રેસની “ન્યૂનતમ આય યોજના”(ન્યાય) નાં વખાણ કરતા જણાંવ્યું કે, આ પ્રસ્તાવિત યોજના લાગુ થયા બાદ ભારત વિશ્વનાં ગરીબી મુક્ત દેશની યાદીમાં સામેલ થઇ જશે. ડો.મનોંહન સિંહે આગળ વાત કરતા જણાંવ્યું કે, ન્યાયને લાગુ કરવાથી દેશનાં મધ્યમ વર્ગ પર એક પણ પ્રકારનો વધારાનો કરબોજ નાંખવામાં નહિં આવે. તેમજ દેશની નાણાંકિય શિસ્ત જાળવી રખાશે.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે,ન્યાય યોજનાને કારણે આપણું આર્થિક ઇંજન ફરી શરૂ કરવામાં સહાયરૂપ થશે. જે આજે સ્થગિત થઇ ગયું છે. જરૂરિયાતમંદ લોકોના હાથમાં રૂપિયા પહોંચવાથી અર્થતંત્રમાં માંગ પેદા થશે અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરશે. નોકરીની રચના તરફ દોરી જશે. તેમણે જણાંવ્યું કે, “કોંગ્રેસ નાણાકીય શિસ્ત જાળવવા માટે સમર્પિત છે. ન્યાય યોજનાથી જીડીપીનાં 1.2 ટકાથી 1.5 ટકા સુધી ખર્ચ થશે.    લગભગ 3 ટ્રિલિયન અબજની આપણી અર્થવ્યવસ્થા આ ખર્ચને સહન કરવા સક્ષમ છે. ન્યાયના કારણને લીધે મધ્યમ વર્ગ પર કોઈ વધારાનો ભાર નહીં આવે. ‘

તેમણે કહ્યું હતું કે, “અમે 1991 માં લાઈસન્સ રાજ સમાપ્ત કર્યુ, પછી NREGA મારફતે ભારતનાં વિકાસમાં નવા કિર્તીમાન સ્થાપિત કર્યા. તેવી જ રીતે મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીની સરકાર ન્યાય યોજનાને સારી રીતે શરૂ કરશે. તેમજ સામિક ન્યાય અને બુદ્ધિમતા સાથે અર્થવ્યવસ્થાનાં નવા મોડેલની શરૂઆત કરશે.આગળ વાત કરતા ડો.મનમોહન સિંહે જણાંવ્યું કે, ન્યાય યોજનામાં ભારતને વિકાસનાં માર્ગે પુરપાટ ઝડપે આગળ વધારીને ગરીબી મુક્ત દેશોની યાદીમાં લાવવાનું સામર્થ્ય છે. મને આશા-પેક્ષા છે કે મારી સામે જ મારો દેશ આ ઉપલબ્ધિ હાંસલ કરશે.

READ ALSO

Related posts

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

Mansi Patel

Twitterમાં નવો રેકોર્ડ : માત્ર 24 કલાકમાં એક્ઝિટ પોલના 5.60 લાખ Tweet આવ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!