GSTV

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

દેશમાં હાલ ચાલી રહેલી ડામાડોળ અર્થવ્યવસ્થાની સ્થિતી વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી. હકીકતમાં જોઈએ તો, ખતરો એ વાતનો છે કે જો સમસ્યાની ઓળખાણ જ નહીં થાય તો, સુધારાત્મક કાર્યવાહી પણ નહીં થાય અને તેના સમાધાનની શક્યતાઓ ક્યાંથી આવશે ? મોંટેક સિંહ આહલૂવાલિયાની પુસ્તક બૈકસ્ટેડના લોકાર્પણ અવસરે સિંહે જણાવ્યું હતું કે, આયોજન પંચના પૂર્વ અધ્યક્ષે યુપીએ સરકારના સારા કામોની સાથે સાથે તેમની કમજોરી પર પણ વાત કરી હતી.

આર્થિક મંદી પર ચર્ચા થવી જોઈએ

પૂર્વ વડાપ્રધાન સિંહે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. કારણ કે, આજે એવી સરકાર કેન્દ્રમાં છે, જે મંદી નામના શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી. મને લાગે છે કે, આ આપણા દેશ માટે સારી વાત નથી. તેમણે જણાવ્યું હતું કે, જો તમે સમસ્યાની ઓળખ કરી શકતા નથી, તો તેનું સમાધાન પણ તમને મળશે નહીં. તેથી વાસ્તવમાં આજ મોટો ખતરો છે.

મનમોહન સિંહે આ અવસરે જણાવ્યું હતું કે, આ પુસ્તક દેશના વિકાસ માટે ઘણી મદદગાર બનશે. સિંહે 1990ના દાયકામાં અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમના સમર્થન અને પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ, પૂર્વ નાણામંત્રી પી, ચિંદબરમ અને મોંટેક સિંહ આહલૂવાલિયા દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકાના વખાણ કર્યા અને અલગ અલગ મત હોવા છતાં પણ સુધારા લાવવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!