GSTV
Gujarat Government Advertisement

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં ઓક્સિજનથી માંડીને દવા-ઈન્જેક્શનની અછત જોવા મળી છે. આ સમયે એક મિત્ર દેશ તરીકે વિદેશમાંથી અઢળક સહાયનો ધોધ આવી રહ્યો છે. એક બાદ એક વિમાન દ્વારા વિશ્વના અનેક દેશોથી ભારતમાં મદદ આવે છે. જો કે, આ મદદના સ્વીકાર પાછળ મોદી સરકારે જૂની વિદેશી નીતિમાં કરેલો બદલાવ છે જોઈએ આ અહેવાલ..

કોરોનાની પહેલી લહેર વખતે દેશમાં આત્મનિર્ભર ભારતની વાતો શરૂ થઈ. સ્વદેશી ધમણ વેક્સિન,દવાઓ, પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિઓ, યોગ-આસન સહિતના સાધનોથી કોરોનાને પહોંચી વળશું તેવો વિશ્વાસ વ્યક્ત થયો. જો કે આજે સ્થિતિ કંઈક જુદી છે. આજે વિશ્વભરમાંથી ભારતને ઓક્સિજન ટેન્કથી લઈને મેડિકલ સાધનો આવી રહ્યાં છે.

ચીન સહિત 40થી વધુ દેશોની ગિફ્ટ, ડોનેશનનો મોદી સરકારે સ્વીકાર કર્યો

મેડિકલના સાધનો બનાવવાના સાધનો બહારથી મંગાવવામાં આવી રહી છે. તેના માટે પોલિસીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં.પરંતુ કોરોના વાઈરસની બીજી લહેરના કારણે મોદી સરકારે ન તો માત્ર મનમોહન સિંહની સરકારના 16 વર્ષ જૂના નિયમને બદલ્યો, પરંતુ ચીન સહિત 40થી વધુ દેશોની ગિફ્ટ, ડોનેશન પણ સ્વીકાર કર્યો છે.

manmohan singh

વર્ષ 2003માં દક્ષિણ ભારતના દરિયાકાંઠામાં સુનામીએ તબાહી મચાવી. ત્યારે મનમોહનસિંહે વિદેશી મદદની ઓફરને ના કહી હતી. તેમજ પોતાના સ્તરે પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ તેવો દાવો કર્યો હતો. જે બાદે તેઓ પોતાના નિવેદન પર કાયમ રહ્યા અને 2005માં કાશ્મીર ભૂકંપ, 2013માં ઉત્તરાખંડમા પૂર, 2014માં કાશ્મીર પૂરની આફતોમાં પણ વિદેશી સહાય માંગી નહીં કે સ્વીકારી નહીં.

બીજી લહેરનો સામનો કરવા માટે મોદી સરકારે વિદેશી પોલિસીમાં બદલાવ કર્યા

કેન્દ્રની મોદી સરકારે પણ કોરાનાની પહેલી લહેર સુધી વિદેશી સહાયના બાબતે ક્યાંકને ક્યાંક મનમોહનસિંહ સરકારની પોલિસીને અનુસરતી રહી પરંતુ બીજી લહેરનો સામનો કરવા માટે મોદી સરકારે વિદેશી પોલિસીમાં મોટા બદલાવ કર્યા છે.

કોરોનાની બીજી લહેરમાં પાડોશી દેશોથી માંડીને 40 દેશોએ મદદની પહેલ કરી છે. ભૂતાન ઓક્સિજન સપ્લાય કરી રહ્યો છે. યુકે, ફ્રાન્સ, જર્મની, રશિયા, આયર્લેન્ડ,બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, સાઉદી અરેબિયા, હોંગકોંગ, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, થાઇલેન્ડ, ફિનલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, ઈટાલી અને UAEને રાહત સામગ્રી આવી છે. આમ આજે સમગ્ર ભારત સાથે અડીખમ ઉભું રહેલું જોવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!