GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

આ તસવીર આજે છે સૌથી ફેમસ : મોદી કોણ અને મનમોહન કોણ, ઉમળકાભેર મર્યા

ભગવા કલરની સિખ પાઘડીમાં પીએમ મોદીએ ડેરા બાબા નાયક પાસે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેઓ પૂર્વ પીએમ મનમોહનસિંહને વિનમ્ર ભાવે મળ્યા. અને તેમણે મનમોહનસિંહને ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છા આપી. ચૂંટણી પ્રચાર દરમિયાન ભલે ભાજપ-કોંગ્રેસમાં વાર-પલટવાર ચાલતા રહે. પરંતુ અહીં પીએમ મોદીએ પૂર્વ પીએમ મનમોહનસિંહ સાથે ઉમળકાભેર મુલાકાત કરી. બંનેએ ખુશનુમા માહોલમાં એકબીજા સાથે હસ્તધનૂન કર્યું. તો પીએમ મોદીને સિખ પાઘડી પહેરેલી જોઈ મનમોહનસિંહ ઘણા પ્રસન્ન જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ડેરા બાબા નાનક પહોંચ્યા હતા. જ્યાં તેમણે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું.  જે પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતમાં નરોવાલ જિલ્લામાં કરતારપુર સ્થિત દરબાર સાહિબને જોડશે. આ ઉદ્ઘાટન સાથે તેમણે 500 ભારતીય શ્રદ્ધાળુઓના પહેલા જથ્થાને રવાના કર્યો.  પીએમ મોદીએ ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ સમયે ઈંટીગ્રેટેડ ચેકપોસ્ટ કરતારપુર કોરિડોરને ખુલ્લો મુક્યો.

કરતારપુરના કણ કણમાં ગુરુનાનકનો વાસ

તેમણે કહ્યું કે આ અવસર બમણી ખુશી લઈને આવ્યો છે. કોરિટોર શરૂ થતાં સિખોની વર્ષો જૂની મુરાદ પૂરી થઈ છે. અને ભારત દેશને એક ઐતિહાસિક તક મળી છે. પીએમ મોદીએ કહ્યું કે કરતારપુરના કણ કણમાં ગુરુનાનકનો વાસ છે.. તેઓ ભારતની જ ધરોહર નહીં પણ પૂરી માનવતા માટે પ્રેરણા પૂંજ છે. કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનમાં પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ ઉપરાંત ગુરદાસપુરના સાંસદ સની દેઉલ, કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી અને અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં પીએમ મોદીએ લંગરમાં બેસીને પ્રસાદ આરોગ્યો હતો.

READ ALSO

Related posts

સુશાંત કેસ : 10 કલાક બાદ રિયા સાથેની ઈડીની પૂછપરછ પૂરી, આ પ્રશ્નનો જવાબ હજુ પણ બાકી

Nilesh Jethva

કોંગ્રેસની ‘કોકપિટ’ માં પરત ફર્યા પાયલટ, રંગ લાવી રાહુલ-પ્રિયંકા સાથેની મુલાકાત

Nilesh Jethva

કેન્દ્ર સરકારે હજુ સ્કૂલ ખોલવાને લઈને નથી કર્યો કોઈ સમય નક્કી, કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે નિર્ણય : સૂત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!