GSTV
Home » News » નીતિ આયોગની બેઠકની પહેલાં મનમોહન સિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક

નીતિ આયોગની બેઠકની પહેલાં મનમોહન સિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે શનિવારે નીતિ આયોગની મીટિંગ પહેલાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. મનમોહન સિંહને મળનારા મુખ્યમંત્રીઓમાં કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી, પુદુચેરીના સીએમ વી.નારાયણસ્વામી, રાજસ્થાનનાં સીએમ અશોક ગહેલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ અને મધ્યપ્રદેશનાં સીએમ કમલનાથ શામેલ થયા હતા. શનિવારે મોદી સરકારનાં બીજા કાર્યકાળની મીટિંગ થશે. જેની અધ્યક્ષતા પીએમ મોદી કરશે.

મનમોહન સિંહે લીધો ક્લાસ

મનમોહન સિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે સૂકાઈ રહેલી નદીઓને પુનર્જીવીત કરવાના પ્રયાસો, કૃષિ ક્ષેત્રના સંકટ, કિસાન કલ્યાણ, આદિવાસી કલ્યાણ, નક્સલ સંબંધી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. બધેલ, કુમારસ્વામી અને નારાયણસામી પીએમ મોદી સાથે અલગ અલગ મુલાકાત કરશે. શુક્રવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે પોતાના આવાસ પર રાત્રિભોજનનું આયોજન કર્યુ હતુ. જ્યાં અશોક ગહેલોત, ભૂપેશ ભધેલ અને વી નારાયણસામી હાજર હતા. પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ રાત્રિભોજનમાં પણ નહી આવી શકે. તેઓ આજે નીતિ આયોગની બેઠક પણ છોડી શકે છે.

ખેડૂતોની સમસ્યાઓ ઉઠાવશે કોંગ્રેસી CM

સૂત્રો મુજબ, નીતિ આયોગની આજે મળનારી બેઠકમાં આશા છેકે, કોંગ્રેસ મુખ્યમંત્રીઓ ખેડૂતોની સમસ્યા અને તેમના મુદ્દાઓને ઉઠાવી શકે છે. તેના સિવાય તેઓ લોન માફીથી ખેડૂતોને મળનારા લાભની જાણકારી નીતિ આયોગની સાથે શેર કરી શકે છે. નીતિ આયોગની સંચાલન પરિષદની પાંચમી બેઠક દુકાળની સ્થિતી, કૃષિ સંકટ, વર્ષા જલ સંચલન અને ખરીફ પાકની તૈયારીઓ જેવાં મુદ્દાઓ ઉપર કેન્દ્રિત છે.

મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી મિટીંગ

ઉલ્લેખનીય છેકે, મોદી સરકારના કાર્યકાળમાં નીતિ આયોગની સંચાલન પરિષદની આ પહેલી મીટિંગ હશે. જેમાં દેશનાં બધાજ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોનાં લેફ્ટનેન્ટ ગવર્નર, કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકારી ભાગ લઈ રહ્યા છે. નીતિ આયોગની બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થશે.

READ ALSO

Related posts

આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

Mansi Patel

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

Tata motors ભારતમાં બંધ કરી શકે છે આ 4 કારોનું પ્રોડક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!