મનમોહન સિંહે રામનાથ કોવિંદને પત્ર લખી નરેન્દ્ર મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી પીએમ મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં મનમોહનસિંહે કહ્યુ કે, પીએમ મોદી કોંગ્રેસને ધમકી આપી રહ્યા છે. મનમોહનસિંહે રામનાથ કોવિંદને પીએ મોદીને શિખામણ આપવા કહ્યું છે. કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીએ 6 મેના રોજ એક જનસભા સંબોધી હતી. આ સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર યેદિયુરપ્પા વિરૂદ્ધ પાયાવિહોણા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસના આરોપ બાદ નેશનલ હેરાલ્ડ કેસની યાદ અપાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. અને તેઓ જામીન પર મુક્ત છે. યેદિયુરપ્પાએ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કર્યો છે. જેથી કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળી લે. સીમા પાર કરશો તો ખોટી લેવા-દેવાની થઈ જશે. પીએમ મોદીના ભાષણ બાદ મનમોહનસિંહે નારાજગી વ્યક્ત કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter