GSTV

વર્તમાન શાસકો મનમોહન સિંહ પાસેથી ઘણું બધુ શીખી શકે છે: સોનિયા ગાંધીનું નિવેદન

Last Updated on September 26, 2019 by

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જન્મદિવસની શુભેચ્છા પાછવી છે અને કહ્યું છે કે વર્તમાન સમયના શાસકો તેમના જ્ઞાનથી ઘણું બધુ શીખી શકે છે. સોનિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે અમે રાષ્ટ્ર નિર્માણ, સમાવેશી વિકાસ અને અર્થતંત્રને ગતિ પ્રદાન કરવામાં મનમોહન સિંહના શાનદાર યોગદાનને યાદ કરીએ છીએ. તેમના બહેતરીન નેતૃત્વએ તે વાત સુનિશ્ચિત કરી કે મુશ્કેલ સમયમાં પણ ભારત પ્રતિબદ્ધિત વિકાસ તરફ વધે. વર્તમાન સમયના શાસક તેમના નૈસર્ગિંક જ્ઞાનથી ઘણું બધુ શીખી શકે છે. સોનિયા ગાંધીએ મનમોહન સિંહના સ્વસ્થ અને સમૃદ્ધ જીવન તથા આગળ પણ રાષ્ટ્ર તથા કોંગ્રેસ પાર્ટીની સેવા કરતા રહેવાની કામના કરી.

INX મીડિયા કેસમાં તિહાડ જેલમાં કેદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પણ પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહને બર્થડે શુભેચ્છા પાઠવી છે. તેમજ જણાંવ્યું કે હાલમાં દેશને આર્થિક મંદીમાંથી બહાર નિકળવાનો રસ્તો કોઇ બતાવી શકે તો તે ડો.સિંહ છે, તેથી સરકારે તેમની વાત સાંભળવી જોઇએ.

પી.ચિદમ્બરમે જણાંવ્યું કે, તમે દીર્ઘાયું થાઓ અને હું સરકારને આગ્રહ કરૂ છું કે તે ડો.મનમોહન સિંહની વાતોને સાંભળે. જો વર્તમાન સમયમાં દેશને કોઇ આર્થિક મહામારીમાંથી ઉગારી શકે તો તે માત્ર અને માત્ર ડો.સિંહ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ડો.મનમોહન સિંહ આજે 87 વર્ષનાં થયા છે. તેઓ 2004થી 2014 સુધી દેશનાં વડાપ્રધાન તરીકે રહ્યા હતાં. આ પહેલા તેઓ નરસિમ્હા રાવની સરકારમાં નાણાં મંત્રી રહ્યા હતાં. તેમજ એક અર્થશાસ્ત્રી તરીકે તેમણે વિવિધ પદો પર ઘણી સેવાઓ આપી છે.

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!