GSTV

અર્થશાસ્ત્રના જિનિયસ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો આજે જન્મદિવસ, 90ના દાયકામાં ડગમગી રહેલી અર્થવ્યવસ્થાને તારનારા એકમાત્ર નેતા

Last Updated on September 26, 2021 by Pravin Makwana

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. તેમને ભારતમાં આર્થિક સુધારાના સૂત્રધાર કહેવામાં આવે છે. 1990ના દાયકામાં ઉદારીકરણની નીતિઓ દ્વારા મનમોહન સિંહે ભારતીય અર્થવ્યવસ્થાને સંકટમાં ઉગારી હતી. ડોક્ટર મનમોહન સિંહ, પીવી નરસિમ્હારાવ સરકારમાં નાણામંત્રી રહેલા છે. નાણામંત્રી બનવા પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે. તેનો ઉલ્લેખ પૂર્વ ગૃહ સચિવ સીજી સોમૈયાએ પોતાના આત્મકથા ‘દ ઓનેસ્ટ ઓલવેઝ સ્ટેંડ અલોન’માં કર્યો છે. તેઓ જણાવે છે કે, તે દિવસોમાં મનમોહન સિંહ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ-UGCમાં કામ કરતા હતા.

22 જૂન 191માં તેઓ UGCની ઓફિસમાં બેઠા હતા. પોતાના કર્મચારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. તે દિવસે પીવી નરસિમ્હા રાવ શપથ લેવાના હતા. બરાબર આ જ સમયે ફોન આવ્યો, ફોનમાં સામા છેડે નરસિમ્હા રાવ હતા. તેમણે મનમોહન સિંહને પુછ્યુ આપ ક્યાં છો, તો તેમણે જણાવ્યુ કે, હું બહાદુર શાહ ઝફર સ્થિત યુજીસીની ઓફિસમાં બેઠો છું. નરસિમ્હા રાવે અધિકાર ભર્યા સ્વરમાં કહ્યું. તમે ત્યાં શું કરી રહ્યા છો, ફટાફટ ઘરે જાવ અને તૈયાર થઈને રાષ્ટ્રપતિ ભવન આવી જાવ. તેના બરાબર એક મહિનો અને બે દિવસ બાદ મનમોહન સિંહ નાણા મંત્રી બન્યા, દેશમાં આર્થિક સુધારાની જાહેરાત પણ તેની સાથે જ થઈ.

manmohan singh

મનમોહન સિંહ પોતાની સાદગી અને સફાઈ માટે પણ જાણીતા છે. તેમના આ જ અંદાજને લઈને રાજીવ ગાંધી નારાજ થઈ ગયા હતા. પુસ્તકમાં જણાવ્યા અનુસાર 1985માં જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠા હતા, તો તેમણે મનમોહન સિંહના ટેલેન્ટને જોઈને યોજના આયોગના ઉપાધ્યક્ષ બનાવી દીધા અને પ્રધાનમંત્રી હોવાના નાતે તેમને અધ્યક્ષ બનાવ્યા. મનમોહન સિંહે પોતાની જવાબદારી નિભાવતા પ્રોજેક્ટને ટાળી રહ્યા હતા. જેનાથી કંટાળેલા રાજીવ ગાંધીએ યોજના આયોગને ‘જોકરોની ટોળકી’ કહી દીધું હતું. તેમણે કહ્યુ હતું કે, આ ટોળકી, વિકાસ સાથે જોડાયેલા કોઈ પણ વિચારને રદ કરી નાખી છે.

રાજીવ ગાંધીની આ ટિપ્પણીથી મનમોહન સિંહ ભારે દુ:ખી થયા અને રાજીનામું આપવાની તૈયારી શરૂ કરી. સોમૈયા પોતાના પુસ્તકમાં કહે છે કે મનમોહન સિંહ પોતાનું રાજીનામું આપવા માંગતા હતા, પરંતુ મેં તેમને કોઈક રીતે સમજાવ્યા. ભૂતપૂર્વ ગૃહ સચિવની સલાહ પર મનમોહન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપ્યું ન હતું, પરંતુ તે પછી તેઓ હાંસિયામાં રહેવા લાગ્યા. આ પછી મનમોહન સિંહને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને મોકલવામાં આવ્યા હતા.

2004 માં લોકસભાની ચૂંટણી બાદ પાર્ટીમાં મનમોહન સિંહનું કદ ઝડપથી વધ્યું, 2004 માં તેમના પ્રધાનમંત્રી પદનો ઉલ્લેખ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક ‘ટર્નિંગ પોઇન્ટ્સ’ માં કર્યો છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે પીએની જીત બાદ રાષ્ટ્રપતિ ભવને સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે પત્ર પણ તૈયાર કર્યો હતો. પરંતુ જ્યારે સોનિયા ગાંધી તેમને મળ્યા અને ડો.મનમોહન સિંહનું નામ આગળ મૂક્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બાદમાં, પત્ર ફરીથી તૈયાર કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!