GSTV

પીએમ મોદી રાજધર્મનું પાલન કરે, દેશને વાજપેયી યાદ આવ્યા : મનમોહને આ ઘટનાને ગણાવી રાષ્ટ્રીય શરમ

દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્તાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે. ગુજરાતમાં ગોધરાકાંડ સમયે વાજપેયીએ મોદીને રાજધર્મું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, એ સમયે અડવાણીએ આ મામલાને સંભાળી લીધો હતો. દિલ્હીની હિંસામાં 35 લોકોનાં મોત થઈ ચૂકયા છે.

કોંગ્રેસ નેતા સાથે કોંગ્રેસના કાર્યકારી સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિને દિલ્હીની હિંસા અંગે મેમોરેંડમ સોંપ્યુ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કેન્દ્રની મોદી સરકાર દિલ્હીમાં ફેલાયેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જણાવ્યુ કે, સરકારે હિંસા સામે આંખ આડા કાન કર્યા છે. દિલ્હી અને કેન્દ્રની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે. જેથી હિંસા મામલે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે. દિલ્હી હિંસામાં 34 લોકોનાં મોત થયાં છે. સોનિયા ગાંધીએ ફરી એકવાર અમિત શાહના રાજીનામાની માગ કરી છે. એવો આરોપ મૂક્યો છે કે તેઓ સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છે.

જસ્ટિસ મુરલીધરની રાતો-રાત બદલી

દિલ્હીમાં હિંસાની ઘટનાઓ વચ્ચે હાઈકોર્ટના જસ્ટીસની બદલી પર રાજકીય ગરમાવો શરૂ થયો છે અને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ હાઈકોર્ટના જજના ટ્રાન્સફર મુદ્દે મોદી-શાહને સવાલ પૂછ્યા છે..અને ટ્વિટ કરી સમગ્ર કામગીરીને હિટ એડ રન ગણાવી છે. તેમણે કહ્યુ કે, જસ્ટિસ મુરલીધરની રાતો-રાત બદલી કરી દેવામાં છે. આ ઘટનાની તુલના કોંગ્રેસે હિટ એન્ડ રનની ઘટના સાથે કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હી હાઈકોર્ટના જજની બદલી અંગે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, મધ્યરાત્રિએ જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફરથી આશ્ચર્ય થયું.. સરકાર ન્યાયનું મોં બંધ કરવા માંગે છે. ઉલ્લેખલીય છે કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ એસ. મુરલીધરની મોડી રાત્રે બદલી કરાઈ છે. જસ્ટીસ એસ. મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

રવિશંકરે આપ્યો આ જવાબ

દિલ્હીમાં હિંસા બાદ હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ મુરલીધરની બદલી મામલે રાજકારણ શરૂ થયુ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના ટ્વિટ બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, જસ્ટિસ મુરલીધરની બદલી કોલેજિયમની ભલામણ બાદ કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીના રોજ કોલેજિયમે જસ્ટિસની બદલી માટે ભલામણ કરી હતી. બદલી વખતે જજની મંજૂરી લેવામાં આવે છે. જે બાદ બદલીની પ્રક્રિયા આગળ વધે છે. રાહુલ ગાંધીના ટ્વિટનો જવાબ રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર માને છે. આ મામલે સવાલ ઉઠાવી રહેલા લોકો કોર્ટનું સન્માન કરતા નથી.

Related posts

અમેરિકામાં કોરોનાનાએ કેર મચાવ્યો, કુલ મૃત્યઆંક 10 હજારને પાર

pratik shah

સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચુકેલા સેનાના પાંચ જવાન સૌથી મુશ્કેલ ઓપરેશનમાં શહીદ, પાંચ આતંકીઓ ઠાર

Bansari

શું 14 એપ્રિલ બાદ પણ સમગ્ર દેશમાં અમલમાં રહેશે લોકડાઉન ? મોદી સરકારનો આ છે માસ્ટર પ્લાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!