GSTV
Home » News » પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

કોંગ્રેસનાં નેતા, જાણીતા ઇકોનોમિસ્ટ અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે શુક્રવારે રાજ્યસભાનાં સાંસદ તરીકે છઠ્ઠી વખત શપથ ગ્રહણ કર્યા હતાં. રાજ્યસભાનાં ચેરમેન અને દેશનાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ 86 વર્ષના ડો.સિંહને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં. ડો.મનમોહન સિંહ રાજસ્થાનમાંથી નિર્વિરોધ રાજ્યસભા માટે ચૂંટાયા છે. સભાપતિનાં ખંડમાં મનમોહન સિંહનાં શપથ ગ્રહણ દરમ્યાન કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસનાં ખજાનચી અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા સહિત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ તકે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હાજર રહ્યા હતા. ડો.મનમોહન સિંહ છઠ્ઠી વખત સાંસદ તરીકે રાજ્યસભા પહોંચ્યા છે. આ પહેલાં પાંચવાર તેઓ રાજ્યસભાનાં સદસ્ય રહી ચૂક્યા છે. દરવખતે તેઓ પૂર્વોત્તર રાજ્ય અસમમાંથી રાજ્યસભા માટે સાંસદ તરીકે ચૂંટાતા હતા. આ વખતે પહેલીવાર તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. બીજેપી નેતા મદનલાલ સૈનીના નિધનને કારણે સંસદનાં ઉપલા ગૃહની આ બેઠક ખાલી થઇ હતી. મહત્વનું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતિ છે, તેથી તેમનું ચૂંટાવાનું લગભગ નક્કી જ હતું.

ડો.મનમોહનસિંહનું ચૂંટાવાનું લગભગ નક્કી જ હતું

રાજ્યસભા સાંસદ માટે પેટાચૂંટણીમાં ડો. મનમોહન સિંહનું ચૂંટાવું પહેલાંથી જ નક્કી માનવામાં આવતુ હતુ. રાજસ્થાનમાં રાજકીય ગણિત પુરી રીતે કોંગ્રેસનાં પક્ષમાં હતુ. સત્તાધારી કોંગ્રેસને રાજસ્થાનમાં 119 ધારાસભ્યોનું સમર્થન હતુ. જેમાં કોંગ્રેસ પાસે 100 ધારાસભ્યો હતા. જ્યારે તેને 1 આરએલડી, 12 અપક્ષ અને 6 બસપા ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત હતુ. પહેલીવાર કોઈ પૂર્વ પીએમ રાજ્યસભામાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય તેવી ઘટના બની છે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!