GSTV
Home » News » મને બોલવાની સલાહ અાપતા મોદી અાજે ખુદ અા બાબતોનો અમલ કરે

મને બોલવાની સલાહ અાપતા મોદી અાજે ખુદ અા બાબતોનો અમલ કરે

કઠુઅા અને ઉન્નાવ બળાત્કાર કેસમાં હવે પ્રધાનમંત્રી મોદીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે અાડેહાથે લીધા છે. મને બોલવાની સલાહ અાપતા અાજે ખુદ અા બાબતોનો અમલ કરે .. કઠુઅા ગેંગરેપની ઘટનામાં મહેબૂબા મુફ્તિ નિષ્ફળ રહ્યાં છે. અા ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂર હતી. અેવું પણ બની શકે તે સહયોગી દળ ભાજપનું તેમની પર દબાણ હોઈ શકે છે. ભાજપના બે મંત્રીઅો બળાત્કારના અારોપીના સમર્થનમાં જોડાયા હતા.

બીજેપી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મને મૌન મોહન સિંહ કહેવામાં આવે છે. મે આ પ્રમાણેનું નિવેદન આખી જીંદગી સાંભળ્યું છે. તેથી મને તેની આદત પડી ગઈ છે. પરંતુ મને લાગે છે કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સલાહનું પાલન કરવું જોઈએ, જે તેઓ મને આપતા હતા અને આ પ્રમાણેના કઠુઆ અને ઉન્નાવ મુદ્દે તેમણે વધારે બોલવું જોઈએ. મે મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે, હું નહતો બોલતો તેથી તેઓ મારી ખૂબ નિંદા કરતા હતા. તો હવે તેઓ કેમ ચૂપ છે. તેમણે પણ આ મુદ્દે કઈક બોલવું જોઈએ. નોંધનીય છે કે, કઠુઆ રેપ અને ઉન્નાવ રેપની ઘટનામાં પીએમએ શુક્રવારે કહ્યું હતું કે, દોષિતોને છોડવામાં નહીં આવે. તેમણે એવુ પણ કહ્યું હતું કે, દીકરીઓને ન્યાય જરૂર મળશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બીજેપી શાસિત રાજ્યોની સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે મહિલા સુરક્ષા, મુસ્લિમોની ભીડ દ્વારા હત્યા અને દલિતોને મારવામાં આવતા મારનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, આ વિશે સરકારની આંખો બંધ છે. મનમોહન સિંહે કહ્યું છે કે, લોકો સરકારી સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. તેમને કોઈનો ડર નથી અને વિશ્વાસ છે કે, કશું જ નહીં થાય. કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. બીજેપીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર રાજ્યોને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કહી શકે છે. જેથી મહિલાઓ, અલ્પસંખ્યકો અને દલિતોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. મનમોહન સિંહના નિવેદન બાદ ભાજપ અા અંગે પ્રતિક્રિયા અાપી શકે છે. ભાજપ સરકાર હાલમાં દલિતો અને બળાત્કારના કેસમાં ભીડાઈ છે. મોદી હાલમાં સ્વીડન ફરી રહ્યાં છે. નોટબંધી બાદ દેશના 10 રાજ્યો રોકડની અછતનો સામનો કરી રહ્યો છે. અા બાબતે સરકાર ફક્ત બે દિવસમાં સમસ્યા હલ થવાના દાવા કરી રહી છે પણ બેંકોને નોટો અપાઈ રહી ન હોવાની તેઅો બુમરાણ પાડી રહી છે.

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!