GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વિકાસના નામે પીએમ બનેલા મોદી કરતાં મનમોહન શાસન ઉત્તમ, અમે નહીં…. આ આંકડાઓ કહે છે

મનમોહન સિંઘ મે-2004થી 2009 અને 2009થી મે-2014 દરમિયાન બે વાર દેશના વડાપ્રધાન હતા. આ સમય દરમિયાન દેશની અર્થવ્યવસ્થા 6.6% ના દરે વિકસતી રહી. ત્યારબાદ નરેન્દ્ર મોદી મે-2014 માં વડાપ્રધાન બન્યા. 2019માં નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર પાછા ફર્યા. આંકડા દર્શાવે છે કે, વર્ષ 2014-15થી 2018-19 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ પામી છે. મોદીના કાર્યકાળમાં એક સમય એવો હતો જ્યારે જીડીપી વૃદ્ધિ દર પણ 8.2 ટકાએ પહોંચ્યો. આ સમયગાળો વર્ષ 2016-17નો હતો જ્યારે થોડા મહિના પહેલા જ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી. આ GDP ગ્રોથનો આંકડો 2011-12થી લઈને 2018-19ની વચ્ચે સૌથી વધુ છે. જોકે હવે અર્થતંત્ર જે રીતે સતત નીચે આવી રહ્યું છે, બજારમાં રોકડ સંકટ છે, નિકાસ સતત ઘટી રહી છે, ઔદ્યોગિક ઉત્પાદન અને ગ્રાહકોની માંગ ઘટી રહી છે, કારનું વેચાણ અટકી ગઈ છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીમાંથી કયા વડાપ્રધાન શ્રેષ્ઠ સાબિત થયા છે. લાઇવ મિન્ટે બંને સરકારોના તુલનાત્મક અભ્યાસ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જે મુજબ, જો આપણે આ કેટલીક બાબતો પર નજર નાખીએ તો સ્પષ્ટ થાય છે કે, મનમોહન સિંઘનો કાર્યકાળ પીએમ મોદી કરતા વધુ સારો હતો.

વધુ લોકો આવકવેરા રીટર્ન ફાઇલ કરાવી રહ્યા છતાં આવકવેરા વૃદ્ધિદરમાં ન આવ્યો વેગ

વ્યક્તિગત આવકવેરો અર્થતંત્રનાં સ્વાસ્થ્યમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિગત આવકવેરા પરથી જાણી શકાય છે કે, લોકોની આવક વધી રહી છે કે નહીં. આંકડા દર્શાવે છે કે, મનમોહન સિંઘના કાર્યકાળ દરમિયાન દર વર્ષે ‘વાર્ષિક ટેક્સ આવક’ 17.53 ટકા હતી, જ્યારે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 16.85 ટકા લક્ષ્યાંકિત કરાઈ છે. જો કે, આવી સ્થિતિ ત્યારે છે જ્યારે અગાઉ કરતા હવે વધુ લોકો આવકવેરા રીટર્ન ફાઇલ કરાવી રહ્યા છે. એટલે કે, આવકવેરાની વૃદ્ધિમાં વેગ આવી શક્યો નથી.

કોર્પોરેટ ટેક્સ વૃદ્ધિ , મોદી સરકારે આપી છે કોર્પોરેટ ટેક્સમાં મોટી છૂટ

મોદી સરકારે તાજેતરમાં જ કોર્પોરેટ ટેક્સમાં મોટી છૂટછાટ આપી છે. આનાથી અર્થતંત્ર પર 1.45 લાખ કરોડ રૂપિયાનું ભારણ પડશે. મનમોહન અને મોદીના કાર્યકાળની વાત કરીએ તો મોદી સરકાર દરમિયાન કોર્પોરેટ ટેક્સ વસૂલાતનો અંદાજિત દર 11.20 ટકા છે, જ્યારે યુપીએ સરકાર દરમિયાન આ આંકડો 13.09 ટકા હતો. ઘરેલું નાણાકીય બચત ‘ઘરેલું નાણાકીય બચત’ એક એવી બાબત છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, લોકો કેટલી બચત કરી રહ્યા છે. જો કે, આ અંગેના આંકડા માત્ર 2011-12 પછીથી જ ઉપલબ્ધ છે. આંકડાઓ અનુસાર, મનમોહન સિંઘના કાર્યકાળ દરમિયાન ઘરેલું નાણાકીય બચત 13 ટકાની વૃદ્ધિ સાથે વધતી રહી, જ્યારે મોદી સરકાર દરમિયાન (2017-18 સુધી) ઘરેલું નાણાકીય બચત 11.94 ટકાની વૃદ્ધિએ વધી. જ્યાં સુધી ચોખ્ખા ઘરેલું નાણાકીય બચતનો સવાલ છે, તો મનમોહન કાર્યકાળ દરમિયાન તે 13.79 ટકા હતી, જ્યારે મોદી કાર્યકાળમાં (2016-17 સુધી) તે ફક્ત 7.38 ટકા રહી. સિમેન્ટ ઉત્પાદન મનમોહનસિંઘના કાર્યકાળ દરમિયાન સિમેન્ટનું વાર્ષિક ઉત્પાદન 7.05 ટકાના મુકાબલે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વાર્ષિક 4.32 ટકાની વૃદ્ધિની થવાની અપેક્ષા છે. જોકે આ સ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ, મોદી સરકાર દ્વારા મોટાપાયે માર્ગ નિર્માણના કાર્યક્રમો ચલાવાઈ રહ્યા હોવાનું છે. આ તમામ આંકડાઓ જોતા તે સ્પષ્ટ થાય છે કે, સિમેન્ટનો વપરાશ ધીમો છે. તો ખાનગી ક્ષેત્રમાં સિમેન્ટનો વપરાશમાં વધુ ઘટાડો થયો છે.

મોદી સરકારના કાર્યકાળમાં ખાનગી એર કંપનીઓની આવક વધી

મોદી સરકારના કાર્યકાળમાં રેલ્વેનું આર્થિક આરોગ્ય પણ ઘટ્યું છે. જોકે મોદી સરકારના કાર્યકાળમાં ખાનગી એર કંપનીઓની આવક વધી છે. મોદી સરકારના કાર્યકાળમાં ભારતીય રેલ્વેના પેસેન્જર ભાડામાં ઘટાડો થયો છે. મનમોહનસિંઘના કાર્યકાળમાં પેસેન્જર ભાડામાં વૃદ્ધિનો આંક 10.81 ટકા હતો, જ્યારે મોદી યુગમાં તે ઘટીને 7.32 ટકા (અંદાજિત) થઈ ગયો છે.

ખેડૂતોના આર્થિક વિકાસ માટે ‘ટ્રેક્ટર’ એક સારું માનક રહ્યું

મનમોહન સિંઘના કાર્યકાળ દરમિયાન મોટરસાયકલનું વેચાણ વાર્ષિક ધોરણે 12.44 ટકા હતું, જ્યારે મોદી સરકારના શાસન હેઠળ આ વેચાણ વાર્ષિક 5.35 ટકા છે. યુપીએ સરકાર દરમિયાન સ્કૂટરના વેચાણનો દર વાર્ષિક 25.7 ટકા રહ્યો હતો, જ્યારે એનડીએ શાસનકાળમાં આ દર ઘટીને 13.21 ટકાએ આવી ગયો. ટ્રેક્ટરનું વેચાણ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ખાસ કરીને ખેડૂતોના આર્થિક વિકાસ માટે ‘ટ્રેક્ટર’ એક સારું માનક રહ્યું છે. મોદી કાર્યકાળ દરમિયાન ટ્રેક્ટરના વેચાણની અંદાજીત દર વાર્ષિક 4.49 ટકા છે. જ્યારે મનમોહન કાર્યકાળ દરમિયાન ટ્રેક્ટરના વેચાણનો અંદાજીત દર 15.73 ટકા રહ્યો છે. 2013-14માં કુલ 6 લાખ 34 હજાર ટ્રેકટરોનું વેચાણ થયું હતું, જ્યારે મોદી યુગ હેઠળ 2015-16માં ટ્રેકટરોનું વેચાણ ઘટીને 4 લાખ 94 હજારે પહોંચ્યું છે. આ આંકડાઓ પરથી કહી શકાય કે, ખેડૂતો સંકટમાં છે.

છૂટક લોનમાં વૃદ્ધિ દરમાં પણ થયો છે ઘટાડો

કોઈપણ વ્યક્તિ બેંકો પાસેથી ત્યારે જ લોન લે છે જ્યારે તે વ્યક્તિને વિશ્વાસ હોય છે કે, નજીકના ભવિષ્યમાં તે તેની ચુકવણી કરી શકશે. જો કે આ વાત કોર્પોરેટ પર લાગુ થતી નથી, પરંતુ શાબ્દિક રૂપે છૂટક લોન પર લાગુ પડે છે. છૂટક લોનની વાત કરીએ તો મનમોહન સમયગાળા દરમિયાન બેંકો દ્વારા લોન વિતરણમાં 22.47 ટકાની વૃદ્ધિ થઈ, જ્યારે મોદી કાળમાં આ વૃદ્ધિ 19.92 ટકાના દરે વધી રહી છે.

READ ALSO

Related posts

ભૂમિપુજા સાથે બિહારનો અનોખો નાતો, વાંચશો તો કહેશો કે હતો બિહારનો કાર્યક્રમ

pratik shah

હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છો? તો ડાયેટમાં સામેલ કરો આ 4 વસ્તુઓ કંટ્રોલમાં રહેશે BP

Mansi Patel

ઉધના વિસ્તારમાં હનુમાન મંદિરે શીતળા સાતમ નિમિત્તે મહિલાઓની લાંબી કતાર મળી જોવા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!