GSTV
Home » News » મણિશંકર ઐયરે પાકિસ્તાનના હાઈકમિશનર સાથે શા-માટે સિક્રેટ મુલાકાત કરી હતી?: PM મોદી

મણિશંકર ઐયરે પાકિસ્તાનના હાઈકમિશનર સાથે શા-માટે સિક્રેટ મુલાકાત કરી હતી?: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી ‘નીચ’વાળા નિવેદન પર મણિશંકર ઐયર અને કોંગ્રેસ પર મોટો આક્ષેપ કર્યો હતો. તેમણે લોકોને કહ્યું કે, ગુજરાતનું અપમાન કરનાર મણિશંકર ઐયરે પાકિસ્તાનના હાઈકમિશ્નર સાથે શા-માટે સિક્રેટ મુલાકાત કરી હતી? તેમણે પૂછ્યું કે, કેમ પાકિસ્તાન સેનાના ઈન્ટેલિજન્સ વિંગના સીનિયર અધિકારી અહેમદ પટેલને ગુજરાતના સીએમ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. મણિશંકર ઐયરની પાકિસ્તાનના હાઈકમિશનર સાથેની સિક્રેટ મુલાકાત પર ભાજપે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તો કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર પલટવાર કર્યો હતો.

કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ જ ઐયરે નીચવાળુ નિવેદન આપ્યું હતુ. જોકે રાહુલ ગાંધીએ મોદીના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું કે, ‘હું પીએમ પદની ગરીમા જાળવી કશું નહીં કહું. પણ કોંગ્રેસ પ્રેમથી ગુજરાતની ચૂંટણી જીતશે.’

પાક. કનેક્શન અંગે વડાપ્રધાન મોદી અને અમિત શાહ કોંગ્રેસને કેમ પ્રશ્ન કેમ કરે છે: સૂરજેવાલા

મણિશંકર ઐયરની પાકિસ્તાનના હાઈકમિશનર સાથેની સિક્રેટ મુલાકાત પર ભાજપે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, ભારત સરકારના વિદેશ વિભાગને જણાવ્યા વિના ઐયર દ્વારા પાકિસ્તાનના હાઈકમિશનર સાથે 3 કલાક મુલાકાત કરવાનું કારણ તેઓ જાણતા નથી, પરંતુ ભાજપ તેનો ઉગ્ર વિરોધ કરે છે. આ મુદ્દે અમિત શાહને પલટવાર કરતાં કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, ઉગ્રવાદી તત્વોને સંરક્ષણ આપનારી પાકિસ્તાનની ISI જેવી એજન્સીઓ પર વિશ્વાસ રાખી તેમને મહેમાન બનાવી ભારતના સુરક્ષિત હવાઈ એરપોર્ટ પઠાણકોટ એરબેઝની તપાસ માટે લાવ્યા હતા. તે સમયે અમિત શાહે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી થયેલી કાર્યવાહી પર તેમને વિશ્વાસ છે. તો પછી વડાપ્રધાન મોદી અને અમિત શાહ કોંગ્રેસને કેમ પ્રશ્ન કરે છે.

ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો

ભાજપે કોંગ્રેસ પર તુષ્ટીકરણની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો. અમિત શાહે કહ્યું કે, 2017માં 2002માં થયેલા રમખાણો અંગે દેશના વડાપ્રધાનને જામા મસ્જિદની અંદર જઈ માફી માંગવાનું જણાવતાં તુષ્ટિકરણનું ઉદાહરણ કોઈ નથી. તો સૂરજેવાલાએ આ મુદ્દે પલટવાર કરતાં કહ્યું કે, ઓવૈસી જેવા લોકો ભાજપની બી ટીમ છે અને તેઓ સમાજમાં ધ્રુવીકરણ ફેલાવે છે.

Related posts

પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

Nilesh Jethva

અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’

Nilesh Jethva

આ સ્વામીએ પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલની ફરિયાદ નોંધાવતા ખળભળાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!