જુગ જુગ જિયોની ટીમ પર હાલ કોરોના ત્રાટક્યો છે. વરુણ ધવન, નીતુ કપૂર, દિગ્દર્શક રાજ મહેતા પછી હવે મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મનીષ હાલ મુંબઇમાં છે. જોકે તે આઇસોલેશનમાં છે કે, હોસ્પિટલમાં છે તે જાણકારી મળી નથી. એક રિપોર્ટના અનુસાર મનીષને હળવો તાવ આવતા તે મુંબઇ આવી ગયો છે.

અહીં આવીને તેણે પોતાની કોવિડ ૧૯ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.મનીષે હજી સુધી પોતાના સ્વાસ્થ્યને લઇને સોશિયલ મીડિયા પર શેર કર્યું નથી.
જોકે વરુણ ધવને પોતાના રિપોર્ટ પોઝિટિવ જણાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આ કપરાકાળમાં હું કામ પરથી પાછો ફર્યો છું અને કોવિડ ૧૯ના સપાટામાં આવ્યો છું. પ્રોડકશન હાઉસ તરફથી સઘળી સાવધાની રાખવામાં આવી હતી. પરંતુ જિંદગી કાંઇ નિશ્ચય હોતું નથી. તેથી તમે બધા જ તમારું ધ્યાન રાખશો.

ઉલ્લેખનીય છે કે, નીતૂ કપૂરને કોવિડ ૧૯ પોઝિટિવ આવતા પુત્ર રણબીર કપૂરે ખાસ એર એમ્બ્યુલન્સ મોકલીને નીતુને મુંબઇ લાવવામાં આવી હતી.અનિલ કપૂર પણ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો પરંતુ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હાલ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
Read Also
- પ્રેમમાં દગાખોરી/ સુરતમાં સગીર યુવકને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા,રૂપિયા 12 લાખ પડાવી યુવતી થઈ ગઈ ગાયબઃ નોંધાઈ ફરિયાદ
- IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત
- SOGના મેડિકલ સ્ટોર પર દરોડા! પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, મોટા પ્રમાણમાં નશાકારક સીરપ ઝડપાઈ
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે