GSTV

IPL 2018 : મનીષ પાંડેનો આ કેચ જોઇને તમે પણ કહેશો ‘What a catch!’

Last Updated on April 15, 2018 by Bansari

કેપ્ટન કેન વિલિયમનની અડધીસદીની ઇનિંગના કારણે હૈદરાબાદે આઇપીએલમાં પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખતા શનિવારે પોતાની સતત ત્રીજી મેચમાં વિજય મેળવ્યો છે. હૈદરાબાદે વરસાદથી પ્રભાવિત મેચમાં કલકત્તાને એક ઓવર બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું. સનરાઇઝ હૈદરાબાદની આ ત્રણ મેચોમાં સતત ત્રીજો વિજય છે. જેના કારણે તે ટેબલમાં ટૉપ પર છે.

આ મેચમાં હૈદરાબાદના વિજય ઉપરાંત એક બેટ્સમેન અને ફિલ્ડર મનીષ પાંડેનો શાનદાર કેચ આકર્ષક રહ્યો. આ કેચના કારણે મનીષ પાંડે હિરો બની ગયો. જો કે એક સમયે એવું લાગ્યું કે કદાચ આ ચેચ તેના હાથ માંથી છૂટી જશે પરંતુ તેવું બન્યુ નહી.

CRICKET.GSTV.IN

 

હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને બોલરોએ વિપક્ષી ટીમની નબળાઇઓનો લાભ લીધો જેના કારણે કલકત્તાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 138 રન જ બનાવી શકી. આ ઇનિંગ દરમિયાન જ હૈદરાબાદના બોલર સ્ટેનલેક આઠમી ઓવર નાંખી રહ્યો હતો. તે સમયે પાંડેએ આ કેચ કર્યો. સ્ટેનલોકે ઓવરની ચોથી બોલમાં કલક્ત્તાના બેટ્સમેન નિતિશ રાણાને નાંખ્યો. રાણાએ બોલ હવામાં ઉછાળ્યો. ત્યાં ફિલ્ડીંગ કરી રહેલા મનીષ પાંડેએ હવામાં કેચ પકડ્યો.

બોલ તેના હાથમાં આવીને છટકી ગયો અને સૌકોઇને લાગ્યું કે આ કેચ છૂટી ગયો. પરંતુ બોલ તેના હાથ માંથી ઉછલીને જમીનને સ્પર્શતા મનીષ પાંડેએ તે કેચ ફરીથી કરી લીધો. અંપાયરોને પણ આ કેચ અંગે શંકા હતી. પરંતુ કેચ જોયા બાદ થર્ડ અંપાયરે પણ બેટ્સમેનને આઉટ જાહેર કર્યો.

Related posts

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari

ફાયદાનો સોદો/ FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!