GSTV
Home » News » લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથઈન્ડિયન અભિનેત્રી આશ્રિતા શેટ્ટી, જુઓ Photo

લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર મનીષ પાંડે અને સાઉથઈન્ડિયન અભિનેત્રી આશ્રિતા શેટ્ટી, જુઓ Photo

ટીમ ઈન્ડીયાનાં બેટ્સમેન અને કર્ણાટકનાં કેપ્ટન મનીષ પાંડે એ સોમવારે સાઉથ ઈન્ડિયન અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. બન્નેનાં લગ્ન પછીની પ્રથમ ફોટો સનરાઈઝ હેદરાબાદનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. IPL લીગમાં મનીષ પાંડે સનરાઈઝ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી ટીમ માટે રમે છએ. મનીષની કેપ્ટનસીમાં કર્ણાટકે રવિવારે જ સૈયદ મુશ્કાત અલી ટ્રોફીનાં ફાઈનલ મેચમાં તમિલનાડુને હરાવી હતી. મનીષે આ મેચમાં 60 રનની ઈનિંગ રમી હતી.

સનરાઈઝ હૈદરાબાદે જે ફોટો શેર કરી છે. તેમાં મનીષે શેરવાની પહેરી છે. જ્યારે આશ્રિતાએ સિલ્કની સાડી પહેરી છે. આ ફોટોમાં મનીષ આશ્રિતાને વરમાળા પહેરાવતા નજરે પડી રહ્યા છે.

એક અહેવાલ મુજબ લગ્નનો જશ્ન બે દિવસ સુધી ચાલશે અને લગ્નમાં બન્ને પરીવારનાં કેટલાક ખાસ અંગત લોકો જ સામેલ થશે. લગ્ન મુંબઈમાં યોજાશે. જ્યારે મનીષ પાંડેનું હોમ ટાઉન બેંગ્લોરમાં છે. મનીષ પાંડેની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ભારત તરફથી 23 વનડે ઈન્ટરનેશનલ તથા 32 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

કોણ છે આશ્રિતા શેટ્ટી

26 વર્ષી અભિનેત્રી આશ્રિતા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્ય કરે છે. 2012માં તેમણે તેલિકેડા બોલ્લી ફિલ્મ સાથે પોતાની કરિયર શરૂ કરી હતી. 2010માં આશ્રિતા એ એક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તેમાં જીત મેળવી હતી. આ સિવાય તેમણે ઉધાયમ એનએચ4, ઓરૂ કન્નિયુમ મૂનૂ કતલાનવાનિકલુમ, ઈન્દ્રજીત, અને નામ થાન શિવા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

READ ALSO

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!