પક્ષપલ્ટાની મૌસમ પૂરબહારમાં ખીલી, મનીષ ખંડૂરી કોંગ્રેસમાં તો જેડીએસના મહાસચિવ ભાજપમાં જોડાયા

manish khanduri news

ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને ભાજપના સાંસદ બીસી ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થયા. દહેરાદુનમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ મનીષ ખંડૂરીને ખેસ ધારણ કરાવ્યો હતો. કોંગ્રેસમાં સામેલ થયા બાદ મનીષ ખંડૂરીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યુ હતુ. મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થતાની સાથે પૌડી બેઠકના સમીકરણ પર બદલાઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે, મનીષ ખંડૂરીએ દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ સામાજિક કલ્યાણ સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

દાનિશ અલી

લોકસભાની ચૂંટણી પહેલા જેડીએસને મોટો ઝાટકો લાગ્યો છે. જેડીએસના મહાસચિવ અને પાર્ટીના દિગ્ગજ નેતા દાનિશ અલી જેડીએસ છોડી બસપામાં સામેલ થયા છે. દાનિશ અલી એ નેતાઓમાંથી એક છે જેમણે કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બેઠકની વેચણી માટે સમજૂતિ કરાવી હતી. જોકે, હવે તેઓ જેડીએસને અલવિદા કહીને બસપામાં સામેલ થયા છે.

શ્યામા ચરણ ગુપ્તા સમાજવાદી પાર્ટીમાં જોડાયા

ભાજપથી નારાજ થયેલા અલ્હાબાદના સાંસદ શ્યામા ચરણ ગુપ્તા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે. મહત્વની વાત એ છે કે, સપામાં સામેલ થતાની સાથે અખિલેશ યાદવે શ્યામા ચરણ ગુપ્તાને બાંદા લોકસભા બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર કર્યા. શ્યામા ચરણ ગુપ્તા આ પહેલા પણ સમાજવાદી પાર્ટીમાંથી બાંદા બેઠક પરથી સાંસદ તરીકે ચુટાઈ આવ્યા હતા. આ પહેલા શ્યામા ચરણ ગુપ્તાના પુત્રએ પિતાની ટિકિટિ ન મળવાની આશંકા વ્યક્ત કરતા ભાજપને ચિમકી આપી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter