GSTV

રાજ્યમાં સાત હજાર શિક્ષક સહાયની ભરતી પૂર્ણ કરવા રજૂઆત, અનેક ઉમેદવારોએ ઉંમરના કારણે નોકરી ગુમાવવી પડશે

Last Updated on May 30, 2020 by

રાજ્યની શાળાઓમાં જાહેરાત અનુસાર શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી માંગ કરી. નાયબ મુખ્યમંત્રીએ જાહેર કરેલી સાત હજાર શિક્ષક સહાયની ભરતી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. ઉચ્ચતર માધ્યમિક શાળા માટેનું મેરીટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે. ઓગષ્ટ 2018ના ઠરાવથી ભરતી પ્રક્રિયા અટકી જતા યુવાઓ માટે ચિંતાનો વિષય બની હતી.

ગુજરાતના ભવિષ્યને સારું શિક્ષણ આપવા રજૂઆત

ઠરાવનું કારણ ધરી ભરતી બોર્ડ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની ભરતીની જાહેરાત પણ કરી નથી. મનીષ દોશીએ કહ્યુ હતુ કે જલ્દી જાહેરાત કરવામાં નહીં આવે તો અનેક ઉમેદવારોએ ઉંમરના કારણે નોકરી ગુમાવવી પડશે. ભરતીઓ ન થવાના કારણે 4 લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થશે. 10 હજાર 102 શિક્ષકોની ભરતી જલ્દી પૂર્ણ કરી ગુજરાતના ભવિષ્યને સારું શિક્ષણ આપવા રજૂઆત કરી હતી.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!