GSTV

10 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી પતિએ ગટગટાવ્યું ફિનાઈલ, પત્નીએ નોંધાવી ફરિયાદ

છેલ્લા કેટલાક સમયથી પોલીસ એ વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. છતાં હજી પણ કેટલાક વ્યાજખોરો છે કે જે વ્યાજની લાલચમાં નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારતા હોય છે. ગઇકાલે ન્યૂ મણિનગરમાં રહેતા રહીશે વ્યાજના રૂપિયા મૂડી સાથે ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતાં ફિનાઈલ ગટગટાવીને આપઘાત કરવાની કોશિશ કરી છે. વ્યાજખોરોએ કહ્યું કે પૈસા આપી જ નહીંતર તારી છોકરીને ઘરે મૂકી જા આમ કહીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી છે.

ઉઘરાણી

મળતી વિગતો મુજબ, ન્યૂ મણિનગર માં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં મૂકેશભાઈ, અખિલેશ ભદોરિયા,મોગનભાઈ મુદ્દલિયાર, મણિભાઈ મુદ્દલિયાર, કદીરભાઈ મુદ્દલિયાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિ દૂધનો વેપાર કરે છે. ત્રણ મહિના અગાઉ પતિ એ પત્નીને પોતે વ્યાજે લીધેલ રૂપિયા અંગે વાત કરી હતી.પતિએ ધંધા અર્થે આજથી દોઢ વર્ષ પહેલા કદીરભાઈ મુદ્દલિયાર પાસેથી ટુકડે ટુકડે 10 ટકાના વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા.

બાદમાં લેણદારોને મૂડી કરતાં પણ વધારે વ્યાજ આપ્યું છે. તેમના ભાઈ મણિભાઈ પાસેથી પંદર મહિના પહેલાં દસ ટકાના વ્યાજે બાર લાખ રૂપિયા લીધા હતા. તેમજ અન્ય પાસેથી પણ દસ ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા, અને આ તમામને મૂડી કરતાં પણ વધારે પૈસા આપી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરે છે. ફોન કરીને હાથપગ તોડી નાખવાની ધમકી આપીને કહે છે  પૈસા આપી દેજે નહીંતર તારી છોકરીને મારા ઘરે મૂકી જા.

ગઈ કાલે મહિલાના પતિએ કહ્યું કે મારા મિત્રનું અવસાન થયું છે તો અંતિમ વિધિમાં જઈને આવું છું. આમ કહીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ મહિલાના પાડોશીએ જાણ કરી કે તેમના પતિએ વૈકુંઠ દર્શન ખાતે ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. અને તેમની બાજુમાં એક ચિઠ્ઠી પડી છે. જેથી ફરિયાદી મહિલા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને પતિને સારવાર અર્થે હોસ્પિટલ લાવ્યાં હતાં. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ

Mansi Patel

જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

pratik shah

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!