‘મણિકર્ણિકા :ધ ક્વિન ઑફ ઝાંસી’ Trailer: એક્શન અવતારમાં કંગના, ટ્રેલર જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

આખરે બોલીવુડની ક્વીન એટલે કે કંગના રનૌતની મચ અવેઇડેટ ફિલ્મ ‘મણિકર્ણિકા:ધ ક્વિન ઑફ ઝાંસી’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે અને જેવી દર્શકોને આશા હતી કંગના ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગી રહી છે. તેમાં કંગનાનો અવતાર ખૂબજ આક્રામક લાગી રહ્યો છે. આ ટ્રેલર સાથે અનેક કિરદારો સામે આવ્યાં છે. ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલિઝ થશે.

ફિલ્મના ટ્રેલર રીલીઝ દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ કંગના, અંકિતા લોખંડે અને સુરેશ ઓબેરોય સાથે પ્રસૂન જોશી અને સંગીતકાર શંકર અહેસાન લૉય પણ હાજર રહ્યાં હતા. ઝાંસીની સાણીના જીવન પર આધારિત આ કહાનીમાં કંગના રાણી લક્ષ્મીબાઇ એટલે કે મણિકર્ણિકાનો રોલ નિભાવી રહી છે.

ફિલ્મ ઘણાં સમય સુધી વિવાદમાં પણ હતી અને ફિલ્મનાં ડાયરેક્ટર કૃષે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી. તે બાદ કંગના રનૌતે ફિલ્મના ડાયરેક્શનની કમાન પોતાના હાથમાં લીધી અને હે કંગનાને આ ફિલ્મમાં સહ નિર્દેશક હોવાનો દરજ્જો મળી ગયો છે. ફિલ્મના નિર્માતા કમલ જૈને જણાવેયું કે ફિલ્મનો 70 ટકા હિસ્સો કંગનાએ ડાયરેક્ટ કર્યો છે અને બાકીનો હિસ્સો કૃષના નિર્દેશનમાં બન્યો છે.

કંગનાએ પોતાની પહેલી પિરિયડ ડ્રામા ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે અને મણિકર્ણિકામાં પોતાના રોલને વધુ અસરકારક બનાવવા માટે તેણે તલવારબાજીથી લઇને ઘોડેસવારી ઉપરાંત અન્ય તાલીમ પણ લીધી જે એક યૌદ્ધા રાણી માટે જરૂરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter