GSTV
Home » News » ફિલ્મ રિવ્યૂ મણિકર્ણિકા : 2 કલાક 28 મિનિટની ફિલ્મમાં કંગના સિવાય કોઈ કલાકાર નથી દેખાતો

ફિલ્મ રિવ્યૂ મણિકર્ણિકા : 2 કલાક 28 મિનિટની ફિલ્મમાં કંગના સિવાય કોઈ કલાકાર નથી દેખાતો

હવે ઐતિહાસિક ફિલ્મો બનવા લાગી છે. સંજય લીલા ભણશાળી પછી ફરી હિસ્ટ્રીકલ ફિલ્મો બનવાનું શરૂ થઈ ચૂક્યું છે. બાજીરાવ મસ્તાની, પદ્માવતી બાદ હવે આ વર્ષની પહેલી ઐતિહાસિક ફિલ્મ એટલે કે મર્ણિકર્ણિકા આજે રિલીઝ થઈ છે. આ વર્ષે આ ફિલ્મ સિવાય પાણીપત્તના ત્રીજા યુદ્ધ પર પણ ફિલ્મ આવશે. જેમાં અર્જૂન કપૂર અને સંજય દત્ત છે. ડાયરેક્ટર જોધ અકબર જેવી સુપરહિટ ફિલ્મ બનાવનારા આશુતોષ ગોવારિકર છે. એટલે ફિલ્મ લાંબી હોવાની જ. પણ ઐતિહાસિક ફિલ્મોમાં હવે જોઈએ મર્ણિકર્ણિકાને. જે આજે રિલીઝ થઈ છે.

વાર્તા જે તમે સાંભળતા આવ્યા છો મર્ણિકર્ણિકા ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. એટલે વાર્તા જે તમે બાળપણથી સાંભળતા આવ્યા છો તે પ્રકારની જ છે. પાઠ્યપુસ્તકોમાં રાણી લક્ષ્મીબાઈ વિશે દરેક વ્યક્તિ ભણી ચૂક્યો છે. તો કોઈ ઈતિહાસમાં વાંચી ચૂક્યો છે. મસમોટી ફિલ્મમાં કંગના સિવાય કોઈ દેખાઈ નથી રહ્યું. ફિલ્મ શરૂ થતા જ દોઢ મિનિટ પહેલા સ્ક્રિન પર તેની એન્ટ્રી થાય છે અને છેલ્લે સુધી ફિલ્મમાં કંગના રનૌત જ દેખાય છે. ફિલ્મ એટલી બોર કરે છે કે રાણી લક્ષ્મીબાઈ કરતા ફિલ્મમાં કંગના વધારે દેખાય છે. કંગના એક એક્ટ્રેસ હોવાના કારણે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની જગ્યાએ ઓડિયન્સને કંગના જ નજર આવે છે. ફિલ્મ જોતા જોતા અડધે રસ્તે પહોંચો તો લાગે કે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર અને સ્ટોરી ફિલ્મ કરતા સિરીયલમાં સારું બતાવવામાં આવ્યું હતું.

સહાયકો ક્યાં છે ?

રાણી લક્ષ્મીબાઈ કે પછી કોઈ પણ ઐતિહાસિક ફિલ્મના સહાયક કલાકારો ફિલ્મમાં વધારે ઉભરતા હોય છે. બાજીરાવ મસ્તાનીમાં રણવીર દીપિકા કરતા તેના સાઈડ હિરોનું પણ મહત્વ હતું. પદ્માવતીમાં પણ ત્રણ મુખ્ય કિરદારોની સાથે સહાયક કલાકારોનું મહત્વ હતું. આ ફિલ્મમાં તો કંગનાની જ જય જયકાર થાય છે. ફિલ્મની એકમાત્ર બીજી એક્ટ્રેસ તરીકે અંકિતા લોખંડેને છોડી દેવામાં આવે તો કંગના સિવાય ફિલ્મમાં કોઈ દેખાતું નથી. રાણી લક્ષ્મીબાઈના કલાકારો જેમ કે અતુલ કુલકર્ણી, ડૈની, મુહમ્મદ જીશાન અયૂબ, સૂરેશ ઓબરોય, કૂલભૂષણ ખરબંદા જેવા તગડા કલાકારોને વેસ્ટ કરી નાખ્યા છે. જો કે નામ પ્રમાણે તેમના રોલ કંગના કરતા પણ મોટા હોવા જોઈતા હતા. તાત્યા ટોપે, પેશ્વા જેવા કલાકારોના પાત્રોને ન્યાય નથી મળ્યો.

કંગના કંગના કંગના

14 વર્ષની મનુનો રોલ કોઈ બીજુ કરી શકતું હોત પણ એ પણ કંગના જ બની છે. ફુલ ટુ સ્ક્રિનમાં કંગના જ દેખાય છે. મેક અપનો પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. જેથી કંગનાની ઉંમર થોડી ઘટડી શકાય. કંગના જે છે તે જ દેખાય છે. ઘણા સિન્સમાં સિનેમેટિક લિબર્ટીનો કંઈક વધારે જ ઉપયોગ કરી નાખવામાં આવ્યો છે. કેટલાક સીન્સ ગંભીર હોવા છતા મજાકમાં ખપી જાય છે.

નિરાશાજનક ડાઈલોગ

ફિલ્મના ડાઈલોગ રંગ દે બસંતી, તારે જમીન પર જેવી ફિલ્મોના લેખક પ્રસૂન જોશીએ લખ્યા હતા. જે આજે પણ સાંભળવા ગમે છે પણ વાત આવે મર્ણિકર્ણિકાની તો એક પણ ડાઈલોગ હિટ નથી. બીજુ કે આ ફિલ્મનો સ્ક્રિનપ્લે બાહુબલીના રાઈટર વિજેન્દ્ર પ્રસાદે લખ્યો છે. પણ ફિલ્મ બાહુબલીની આસપાસ પણ નથી દેખાઈ રહી.

કંગનાની મહેનતને શાબાશી આપવી પડે. સ્ક્રિન પર તે દેખાય છે. બીજી તરફ તલવારબાજીના સીન્સ તમને હૈરતમાં નાખી દેશે. શરૂઆતનો સીન વધારે પાવરફૂલ છે. યુદ્ધના કેટલાક સીન્સ પણ સારા દેખાય રહ્યા છે. મેરી ઝાંસી નહીં દૂંગી જે ડાઈલોગમાં પાવર હોવો જોઈએ તે કંગનાના અવાજમાં નથી દેખાતો. આ ડાઈલોગ ફિલ્મને લાર્જર બનાવી શકવાની ક્ષમતા ધરાવતો હતો. ઓલ ઓવર આ ફિલ્મ વન ટાઈમ વોચેબલ અને કંગનાના ફેન્સ માટે છે.

READ ALSO

Related posts

રાહુલની મુશ્કેલીમાં થશે વધારો, પહેલા માત્ર જવાબ માગ્યો હતો હવે નોટિસ ફટકારી

Mayur

એમએમએસ કાંડ વાયરલ થયો હતો તે હિરોઈન બોલી મા બનવું છે પણ આ લાગે છે ડર

Path Shah

સાંસદનું રિપોર્ટ કાર્ડ: વિવાદો વચ્ચે કિરીટ સોલંકી પોતાનો ગઢ બચાવી શકશે ?

Arohi