GSTV
Home » News » ‘હું ફાલતુના મુદ્દા પર માફી માંગવા માટે અહીં નથી બેઠી’, કરણી સેના પર ભડકી કંગના

‘હું ફાલતુના મુદ્દા પર માફી માંગવા માટે અહીં નથી બેઠી’, કરણી સેના પર ભડકી કંગના

કરણી સેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધમાં કંગનાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મણિકર્ણિકાના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગનાએ જણાવ્યું કે હું ક્યારેય કોઇની માફી નથી માંગતી, જ્યારે મારી કોઇ ભૂલ નથી તો હું શા માટે માફી માંગુ. અમે આશ્વાસન આપ્યું છે કે ફિલ્મમાં કંઇ ખોટુ દર્શાવવામાં નથઈ આવ્યું, તો તેમણે અમારો સહયોગ કરવો જોઇએ.

ફિલ્મ વિશે કંગનાએ કહ્યું કે,મણિકર્ણિકા ભારતની દિકરીની ફિલ્મ છે. આપણે સાથે મળીને ફિલ્મને આગળ વધારવી જોઇએ. તે મારી એકલીની સંબંધી તો નથી, તે સમગ્ર દેશની દિકરી છે. મારા માટે પણ તે એટલું જ મહત્વ ધરાવે છે જેટલું બીજા માટે. આ જ કારણે કરણી સેનાએ મારો સાથ આપવો જોઇએ. સેનાએ આ ફાલતુનો મુદ્દો ઉઠાવાની જરૂર નથી. હું અહીં કોઇની માફી માંગવા નથી બેઠી.

જણાવી દઇ કે મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રેસિડેન્ટ અજય સિંહ સેંગરે કંગનાની ફિલ્મોના સેટ સળગાવી નાંખવાની ધમકી આપી છે. સાથે જ કહ્યું છે કે જો કંગના કરણી સેનાને ધમકાવશે તો તે કંગનાનું મહારાષ્ટ્રમાં હરવા-ફરવાનું પણ હરામ કરી નાંખશે.

આ અંગે કંગનાએ સ્પષ્ટતા આપી હતી કે, ફિલ્મને ચાર ઇતિહાસકારોએ પ્રમાણિત કરી છે. અમને સેન્સરનું સર્ટિફિકેટ મળી ગયું છે. કરણી સેનાને આ અંગે જાણ કરવામાં આવી છે તેમ છતાં તેઓ મને પરેશાન કરી રહ્યાં છે. હું પણ એક રાજપુત છું. એક-એકનું નષ્ટ કરી નાંખીશ.

ઉલ્લેખનીય છે કે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ 25 જાન્યુઆરીએ રીલીઝ થઇ રહી છે. લક્ષ્મીબાઇના બાળપણથી લઇને અંગ્રેજો સામે લડતાં વીરગતિ પામવા સુધીની સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના કિરદારમાં જોવા મળશે. પોતાની ફિલ્મી કરિયરમાં કંગના પહેલીવાર કોઇ હિસ્ટોરીક ફિલ્મમાં અભિનય કરી રહી છે.

Read Also

Related posts

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!